સમગ્ર બોર્ડમાં એ-1 ગ્રેડ મેળવતા 18 વિઘાર્થીઓ, 99 થી વધુ પી.આર. મેળવતા 34 વિઘાર્થીઓ, બોર્ડમાં 95 થી વધુ પી.આર. મેળવતાં 32 વિઘાર્થીઓ શાળાનું ગૌરવ
તા. 4-6-22 ને શનિવારના રોજ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચ માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 1ર સામાન્ય પ્રવાહ માર્ચ-2022 નું પરણિામ જાહેર કરવામાં આવેલ છે. અત્રેને પી.ડી.એમ. કોલેજ કેમ્પસ ખાતે આવેલ સર્વોદય સ્કુલ ના ધો. 1ર સામાન્ય પ્રવાહનું પરીણામ 100 ટકા મેળવેલ છે. સમગ્ર બોર્ડમાં દ્વિતીય નંબર મેળવેલ રૂપારેલીયા મીરાજ 99.98 પી.આર. સાથે એ-1 ગ્રેડ મેળવી આંકડાશાસ્ત્ર વિષયમાં 100/100, એકાઉન્ટ વિષયમાં 99/100 માર્કસ મેળવેલ તેમજ બોર્ડમાં પાંચમાં નંબરે બોરચીયા પ્રિન્સી 99.95 પી.આર. મેળવી રાજકોટ શહેર તેમજ શાળાનું અને તેમના પરિવારનું નામ રોશન કર્યુ છે.
શાળામાં અભ્યાસ કરતા સામાન્ય પ્રવાહના તમામ વિઘાર્થીઓને સંસ્થાના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા અને આચાર્યો ગીતાબેન ગાજીપરાએ દરેક વિઘાર્થીઓને પોત પોતાની કૌશલ્ય મુજબની સિઘ્ધી મેળવવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
શિક્ષણ સાથે કેળવણી અને રાષ્ટ્રીયતાના મૂલ્યોનું સિંચન 27 વર્ષથી કરી અવિરત શિક્ષણ આપતી સર્વોદય સ્કુલમાં પરીણામ તો આપે જ છે પરંતુ જે વિઘાર્થીઓને શાળામાં જ જી.સી.પી.ટી. દ્વારા કોમર્સના બેઇઝને મજબુત કરવા વિવિધ સેમીનારનું આયોજન તેમજ સી.એ. માટે સર્વોદય સેન્ટર ફોર પ્રોફેશનલ એકસેલેન્સીની વ્યવસ્થા, શાળાના 11 વિઘાર્થીઓ હાલ સી.એ. બનીને સફળ કારકીર્દી બનાવી ચુકયા છે. એન.એસ.એસ. જેવી સ્વવિકાસની પ્રવૃતિ દ્વારા વિઘાર્થીઓનો સાર્થક ઘડતર શાળા દ્વારા કરવામા આવે છે. આ તમામ વિઘાર્થીઓને શ્રુતિબેન ગાજીપરા, અક્ષભાઇ ગાજીપરા, કમલેશભાઇ ત્રિવેદી, પરેશભાઇ જોશી અને કોમર્સ વિભાગના વિભાગીય વડા મનોજભાઇ તળપદા અને પરેશભાઇ જાગાણી તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે.
આયોજન પૂર્વક મહેનતથી સપનું થયું સાકાર રૂપારેલીયા મિરાજ
હાલમાં જાહેર થયેલ સામાન્ય પ્રવાહમાં પરિણામમાં એ-1 ગ્રેડ સાથે સમગ્ર બોર્ડમાં 99-98 પીઆર સાથે દ્વિતીય નંબર મેળવનાર રૂપારેલીયા મીરાજ પોતાની સિઘ્ધી માટે કહે છે.
કે માતા-પિતા તેમજ શિક્ષકોના માર્ગદર્શનથી સતત મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકાય એવું દઢ પણ માને છે. મિરાજ પહેલેથી જ આયોજન પૂર્વકની મહેનત કરી ઉજવળ ભવિષ્ય માટે સફળતા પ્રાપ્ત કરી છે.
સી.એ. બનવાના સપના સાથે સફળતા મેળવતી બરોચીયા પ્રિન્સી
મઘ્યમવર્ગીય સંયુકત કુટુંબમાંથી આગળ આવીને માતા-પિતાના સપનાને સાકાર કરદા દઢ મનોબળ ધરાવતી બરોચીયા પ્રીન્સીએ સામાન્ય પ્રવાહમાં 99.95 પી.આર. તેમજ (એ-1 ગ્રેડ) સાથે સમગ્ર બોર્ડમાં પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે.
આ સફળતા મેળવીને પ્રિન્સીએ માતા-પિતા માટે દીકરા રુપ સાબીત થઇ છે. આ શ્રેષ્ઠ સફળતા મેળવીને પરિવાર તેમજ શાળાનું નામ રોશન કર્યુ છે. માતાની લાડકી પ્રિન્સીએ આગળ સી.એ. ની શ્રેષ્ઠ કારકીર્દી બનાવવાનો સંકલ્પ રાખ્યો છે.