સર્વોદય સ્કૂલનું ૯૯.૪૦ ટકા પરિણામ: ૪૪ વિદ્યાર્થીઓને ૯૯ કે તેથી વધુ પીઆર

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલા ધો.૧૦નાં પરિણામમાં રાજકોટની સર્વોદય સ્કૂલે શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કર્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સર્વોદય સ્કૂલનું પરીણામ ૯૯.૪૦% જાહેર થયું હતું. ૯૯ થી વધુ પીઆર મેળવવામાં રેકોર્ડ બ્રેક ૪૪ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. જેમાં ૩૬ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ અને ૧૧૧ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો.૧૦નાં પરીણામમાં સર્વોદય સ્કૂલે ફરી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. સર્વોદય સ્કૂલમાંથી ચૌહાણ કેવીન ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડ ટોપ ટેનમાં છઠ્ઠા ક્રમે રહ્યો છે તથા ડોબરીયા તેજસ ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં સાતમાં ક્રમે, સિંધવ મોનીક ૯૯.૯૧ પીઆર સાથે બોર્ડમાં નવમાં ક્રમે રહીને બોર્ડ ટોપ ટેનમાં ૩ વિદ્યાર્થીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સર્વોદય સ્કૂલ દ્વારા શિક્ષણ પઘ્ધતિમાં ધરમૂળથી બદલાવ કરી, વર્કબુક, હોમવર્ક બુક તથા અન્ય સાહિત્યને બદલે ચેપ્ટરવાઈઝ વર્કશીટબંચ પઘ્ધતિ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગથી માત્ર વિદ્યાર્થીઓના દફતરનો જ નહીં પણ દિમાગનો પણ ભાર હળવો કરવામાં સ્કૂલને સફળતા મળી છે. વર્કશીટબંચ પઘ્ધતિથી સ્કૂલે ઉતરોતર શ્રેષ્ઠ પરીણામ આપવામાં સફળતા મેળવી છે. જેમાં ગયા વર્ષે ૯૯ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪૩ હતી જે આ વખતે વધીને ૪૪ થઈ છે. ગત વર્ષે એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ૧૮ હતા. જે આ વર્ષે વધીને ૩૬ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ છે.

આ ઉપરાંત શાળાનાં પરિણામ પર નજર કરીએ તો ૯૮થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૭૨ છે. તો ૯૫ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૭ છે. જયારે ૯૦ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૧૬ છે.  આ ઉપરાંત શાળામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૯.૨૩% પરીણામ આવ્યું હતું. જયારે સીબીએસઈ બોર્ડમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬.૫૫ ટકા રહ્યું હતું.

શાળાના ઝળહળતા પરિણામ બદલ સ્કૂલના સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા, પ્રિન્સીપાલ ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી ગૌરવભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓ તથા ધો.૧૦નાં વિભાગીય વડા કેતનભાઈ ગાજીપરા, પુલકિતભાઈ પટેલ, ચેતનાબેન ભીમાણી તથા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

vlcsnap 2018 05 28 12h28m14s63વર્કશીટબંચ ખૂબ જ ઉપયોગી: ચૌહાણ કેવીન

0 3

 

બોર્ડમાં છઠ્ઠા નંબરે રહીને ૯૯.૯૪ પીઆર મેળવનાર ચૌહાણ કેવીનને આગળ ભણી કલેકટર બનવું છે. કેવીને કહ્યું કે, ૯૯+ પીઆરનાં ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્કૂલમાં અમલી વર્કશીટબંચથી ખુબ જ ફાયદો થયો હતો. કેવીને વધુમાં કહ્યું હતું કે, વર્કશીટબંચમાં ચેપ્ટરવાઈઝ સંપૂર્ણ પાઠયપુસ્તકનો સાર આવી જતો હોય તૈયારી કરવી સરળ રહી તથા શાળામાં વિકલી ટેસ્ટ યુનિટ ટેસ્ટ તેમજ પેપર પ્રેકટીસ રાઉન્ડ ખુબ જ ઉપયોગી બને છે. માત્ર અભ્યાસમાં રચ્યા પચ્યા રહેવાથી એકાગ્રતા તુટી જાય છે. આ માટે મે ફ્રેશ થવા માટે મારા તમામ શોખને જાળવી રાખ્યા હતા.

 

 

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી: ડોબરીયા તેજસ

tejas

 

૯૯.૯૩ પીઆર મેળવી બોર્ડમાં સાતમાં ક્રમે રહીને હવે આગળ સી.એ. બનવું છે. સર્વોદય શાળામાં વિકલી ટેસ્ટ, યુનીટ ટેસ્ટ તથા પેપર રાઉન્ડના પ્રેકટીસથી આ પરિણામ પ્રાપ્ત થયું છે. કારણકે શરૂઆતથી જ સ્કૂલ ઉપરાંત દરરોજની પાંચ થી છ કલાકની મહેનત કરી હતી. છેલ્લા દિવસોમાં દરરોજની ૮ થી ૧૦ કલાકની મહેનતનું આ પરીણામ છે. પાઠયપુસ્તકની સાથો સાથ સ્કૂલમાંથી અપાતી વર્કશીટનાં કારણે ખુબ જ ફાયદો થયો છે. વર્ષ દરમ્યાન કયારેય ટીવી તરફ નજર કરી નથી માત્ર અભ્યાસ તરફ જ ધ્યાન આપ્યું છે.

 

 

દીકરી ઘરની દીવડી આ શબ્દોને પરવડીયા દષ્ટિએ સાર્થક કર્યા

drashti

 

માણસનાં જીવનમાં જયારે કોઈ અઘટીત ઘટના બને ત્યારે માનસિક રીતે ભાંગી પડતો હોય છે. પરંતુ સર્વોદય સ્કૂલ ધો.૧૦માં ગત વર્ષે અભ્યાસ કરતી પરવડીયા દષ્ટિની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા પહેલા તેમના માતુશ્રીનું અવસાન થયું. છતાં પણ હિંમત હાર્યા વગર દ્રઢ મનોબળથી, આત્મવિશ્ર્વાસથી તથા પિતા જગદીશભાઈ પરવડીયાનાં સહારાથી પરીક્ષા આપી. સાથે સાથે તમામ શિક્ષકો અને સમગ્ર સર્વોદય શાળા પરીવારનાં સહયોગથી ધો.૧૦માં ૯૭.૮૩% પીઆર પ્રાપ્ત કરીને દિકરીનાં પાત્રને શ્રેષ્ઠ રીતે પ્રસ્થાપિત કરી સમાજને ઉદાહરણરૂપ બને છે.

 

પીઠવા કૃપાલીને બનવું છે અન્જિનીયર

vlcsnap 2018 05 28 12h27m09s183

અબતક સાથેની વાતચીત દરમિયાન સર્વોદય સ્કૂલનો વિદ્યાર્થી પીઠવા કૃપાલીએ જણાવ્યું છે કે આજે ધોરણ ૧૦ની પરીક્ષાનું મારું રીઝલ્ટ ૯૯.૬૨ પીઆર આવ્યા છે.

વધુમાં કહ્યું હતું કે, મને ખુશી થાય છે કે સ્કૂલની મહેનતના કારણે મારી મહેનતના કારણે ધાર્યા કરતા વધુ રિઝલ્ટ આવ્યું છે. હવે હું આગળ સાયન્સ રાખી એ ગ્રુપ રાખી એન્જીનીયર બનવા માંગુ છું. ગણિતનું આ વખતનું પેપર અઘરું હતું પરંતુ અમારી સ્કૂલની મહેનતના કારણે મારે ૮૫ માર્કસ આવ્યા છે વધુ મહેનતના કારણે આજનું મારું ખુબ જ સારું પરિણામ આવેલ છે.

ટીંબડીયા કશ્યપને સી.એ.બનવું છે

kashyap

 

સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતા અને ધો.૧૦માં ૯૯.૮૭ પીઆર પ્રાપ્ત કરીને કશ્યપને ભવિષ્યમાં સી.એ.બનવું છે. કશ્યપ કહે છે કે, મારી સફળતામાં ટાઈમ-ટેબલ અનુસારની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો સંપૂર્ણ સહકાર ખુબ રહેલો છે. સર્વોદય સ્કૂલમાં હંમેશા પારિવારીક ભાવનાથી માર્ગદર્શન મળતું હતું. શિક્ષણની સાથે-સાથે શ્રેષ્ઠ ઘડતરના વિચારો પણ મળ્યા છે. શાળા મેનેજમેન્ટ તરફથી પુરો સહયોગ મળ્યો છે. એટલે જ આ સફળતા પ્રાપ્ત થઈ છે. શાળામાં એકસ્ટ્રા કલાસથી ખુબ જ ફાયદો થયો છે.

 

 

સરવૈયા યશને થવું છે સી.એ.

સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતા અને ધો.૧૦માં ૯૯.૮૪ પીઆર પ્રાપ્ત કરીને યશને ભવિષ્યમાં સી.એ.બનવું છે. યશ જણાવ્યું હતું કે, ‘આયોજન બઘ્ધ મહેનત તથા શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે. એન્જીનીયર બનવાના ટાર્ગેટ સાથે જ ધો.૧૦થી જ તૈયારી કરી લીધી હતી તથા સ્કૂલ અને પરીવારના સહયોગથી ૯૯+ પી.આર મળવાનો વિશ્વાસ હતો.

ડોકટર બનવું છે: ધામેલીયા હસ્તી

hasti

 

બોર્ડમાં ૯૯.૮૨ પીઆર મેળવીને ધામેલીયા હસ્તીને આગળ ભણી ડોકટર બનવું છે. હસ્તી કહે છે કે, મારી સફળતામાં ટાઈમ ટેબલ અનુસારની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો સંપૂર્ણ સહકાર ખુબ રહેલો છે. સર્વોદય સ્કૂલમાં હંમેશા દરેક વિષય ઉંડા અને તલસ્પર્શી જ્ઞાન સાથે ભણાવવામાં આવે છે. તેમજ સાથે સાથે જીવન ઘડતર માટેના પણ શ્રેષ્ઠ પ્રયાસો થાય છે. તેથી જ આ સફળતા પ્રાપ્ત કરી છે.

 

 

 

સી.એ.બનવું છે: સિંધવ મોનીક

monik

 

સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતા અને ધો.૧૦માં ૯૯.૯૧ પીઆર મેળવીને બોર્ડમાં નવમાં ક્રમે રહેતા સિંધવ મોનીકને ભવિષ્યમાં સી.એ.બનવું છે. મોનીકે જણાવ્યું છે કે, મને જે સફળતા મળી છે તેનો શ્રેય શાળા પરીવાર અને મારા પરિવારને આભારી છે. જો જાતે આત્મવિશ્ર્વાસ, દઢ સંકલ્પ અને આયોજનબઘ્ધ મહેનત કરીએ તો સફળતા સરળતાથી અને સહજતાથી પ્રાપ્ત કરી શકાય છે.

 

 

 

વડાલીયા જીગરને બનવું છે એન્જિનીયર

સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરતા અને ધો.૧૦માં ૯૯.૮૭ પીઆર પ્રાપ્ત કરીને જીગરને ભવિષ્યમાં એન્જીનીયર બનવું છે. જીગર કહ્યું હતું કે, મને જે સફળતા મળી છે તેનો શ્રેય શાળા પરીવાર અને મારા પરિવારને આભારી છે. દઢ સંકલ્પ કરી અને પહેલેથી જ પોતાનો ધ્યેય નકકી કરીને મહેનત કરવામાં આવે તો આવી સફળતા મેળવી શકાય છે. સર્વોદય સ્કૂલના પેપર રાઉન્ડ ખુબ જ ઉપયોગી બન્યા છે.

અન્જિનીયર બનવું છે: કયાડા ક્રીન્સી

krincy

 

૯૯.૭૨ પીઆર મેળવીને ક્રીન્સીને ભવિષ્યમાં એન્જીનીયર બનવું છે. સખત પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી. ક્રીન્સીએ કહ્યું હતું કે, આયોજન બઘ્ધ મહેનત તથા શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે. એન્જીનીયર બનવાના ટાર્ગેટ સાથે જ ધો.૧૦ થી જ તૈયારી કરી લીધી હતી તથા સ્કૂલ અને પરીવારના સહયોગથી ૯૯+ પીઆર મળવાનો વિશ્ર્વાસ હતો.

 

 

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.