શ્રેયશ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલે ૩૪માં વર્ષમાં મંગલ પ્રારંભ કર્યો આ મંગલ પ્રસંગે શ્રેયસ હોસ્પિટલ ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં આશરે ૧૦૦ જેટલા દર્દીઓએ સારવાર મેળવી હતી. તમામ સારવાર એમ.ડી. ફીઝીશ્યન સર્જન ફિઝિયોથેરાપી દ્વારા કરવામાં આવી હતી.
ડો.કે.એન.દુધાગરા કે જેઓ હોસ્પિટલનું મેનેજમેન્ટ અને સર્જરી વિભાગ સંભાળે છે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે. હોસ્પિટલનાં ૩૪માં વર્ષમાં મંગલ પ્રારંભ બદલ એક અઠવાડીયા માટે ગરીબ દર્દીઓનાં લાભાર્થે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૧૦૦થી વધુ જરૂરીયાત મંદ દર્દીઓને લાભ લીધો હતો. ખાસ કરીને સર્જિકલ અને મેડીકલ વિભાગનાં દર્દીઓને સારવાર આપેલી હતી.
ખાસ તો જે લોકોને આગળ ઓપરેશન કરવાની જરૂર હોય તેવા દર્દીઓ માટે રાહત દરે ઓપરેશન કરી આપશે તેમ જણાવ્યું શ્રેયસ હોસ્પિટલ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે બનતા પ્રયાસો કરી સારવાર આપવામાં આવશે. થાયરોઈડ અને બી.પી.નાં દર્દી પુષ્પાબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે શ્રેયસ હોસ્પિટલની સારવાર ખૂબજ સારી છે. તેઓ છેલ્લા છ મહિનાથી શ્રેયસમાંથી સારવાર મેળવી રહ્યા છે. અને તેમના રોગમાં ખુબજ રાહત જોવા મળે છે.
મચ્છાભાઈ રાખોલીયા કે જેઓ પોતાના રોગના નિદાન માટે આવેલા તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓને ખાસી ઉપરાંત ઉબકાની છેલ્લા છ વર્ષથી તકલીફ હતી. તેઓ શ્રેયસ હોસ્પિટલમાં નિદાન માટે આવેલ હતા. છેલ્લા અઠવાડીયાથી તેમની બિમારીમા રાહત જોવા મળે છે. ખાસી અને ઉબકામાં હાલ ૯૫% જેટલી રાહત તેમને જોવા મળે છે.