• ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના હસ્તે કરાયું ખાતમુહુર્ત: સદ્ગતને મૌન પાળી શ્રધ્ધાસુમન અપાયા
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.7માં યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોક ખાતે વોંકળા પર રૂ.4.91 કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
  • ખાતમુહૂર્ત કાર્ય શરૂ કરતા પહેલા, સર્વેશ્ર્વર ચોક ખાતેના વોંકળામાં જે નાગરિકોનું મોત થયું છે. તેવા દિવ્ય આત્માઓની શાંતિ માટે, ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વોર્ડ મહામંત્રી વિશાલભાઈ માંડલિયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડિયા, કિરણ ટેલિવિઝન સ્ટોરના રાજુભાઈ પટેલ, બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દીપકભાઈ કારિયા, સેનિટેશન કમિટી પૂર્વ ચેરમેન અનિલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, સંદીપભાઈ ડોડીયા, નિકુંજભાઈ વૈધ, કુસુમબેન ડોડીયા, નીતિનભાઈ જરીયા, અશોકભાઈ સામાણી તેમજ સેક્રેટરી એચ.પી. રૂપારેલીઆ, સિટી એન્જી. અતુલ રાવલ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, એમ.વી. ગાવિત તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.7માં સર્વેશ્ર્વર ચોક ખાતેના વોંકળા પર નિર્માણ પામનાર 990 ચો.મી.ક્ષેત્રફળના સ્લેબ કલ્વર્ટની લંબાઈ 110 રનિંગ મીટર, પહોળાઈ 9 રનિંગ મીટર તેમજ ઊંચાઈ 3 રનિંગ મીટર રહેશે. સર્વેશ્ર્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો શિવમ કોમ્પલેક્ષ 1 તથા 2 બિલ્ડીંગ નીચેથી પસાર થતો હોઈ, આ વોંકળાની સાફ સફાઈ કરવામાં મુશ્કેલી થતી હોઈ, આ વોકળો હયાત રસ્તા પર ડાયવર્ટ કરવાથી વોંકળાની સફાઈ વ્યવસ્થિત રીતે થઈ શકશે સાથો સાથ વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપથી થઈ શકશે. જેને લીધે આ વિસ્તારના આશરે 15000 જેટલા રહેવાસીઓને સુવિધા ઉપલબ્ધ થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.