સોમનાથમાં સેવાકાર્યમાં સદા અગ્રેસર રહેલી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી દ્વારા તેમના જન્મ દિવસે સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરાયું હતું. તાલુકા હેલ્થ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૬૯ દર્દીને નિદાન કરી નિસ્વાર્થ ભાવે દવા પણ નિ:શુલ્ક આપવા આવેલ.
નગરપાલિકા પ્રમુખ નાયબ પોલીસ અધીક્ષક અને સોમનાથ ટ્રસ્ટના આગેવાનો બ્રહ્મ સમાજના પ્રમુખ ડેપો મેનેજર દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કર્યો હતો.
સોમનાથ પ્રભાસ પાટણ એસ.ટી પોઈન્ટ પર સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં અલગ અલગ રોગોના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાંં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી કરોબારી ચેરમેન રાજેશભાઈ ગઢિયા નાયબ પોલીસ અધીક્ષક એમ ડી ઉપાધ્યાય સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એરીયા મેનેજમેન્ટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદ્રકાંંતભાઇ ભટ્ટ શૈલેષભાઈ બારડ ડેપો મેનેજર બીડી રબારી ગુજરાતી અભિનેત્રી ચાંદની પરમાર નોટરી એડવોકેટ ઉષાબેન કુસકીયા, હેતલબેન ચાંડેગરા, આહીર સમાજના અગ્રણી ભગુભાઇ વાળા, જગદીશભાઈ સુચર રાજેશ ભાઈ પીઠીયા અને હેતલબેન ચાંડેગરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.