રકતદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ પશુઓને રસીકરણ કેમ્પ જેવા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ
ધોરાજી જામકંડોરણાના પનોતા પુત્ર અને ગરીબોના બેલી એવા અને ખેડુતોના મસીહા એવા મુઠી ઉચેરા માનવી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની 3જી પ્રમુખ તીથીએ જામકંડોરણાની ક્ધયા વિદ્યાલય ખાતે સવારે સ્વ. વિઠલભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરવા જામકંડોરણા અને તાલુકાભરમાંથી લોકો ઉમટી પડેલ હતા અને પોતાના નેતાને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી અને જામકંડોરણાની ગૌશાળા ખાતે જયેશભાઈ રાદડીયા પરિવાર તરફી ગાયોને ખોળ અને ઘાસચારો નાખેલ અને ગૌશાળા ખાતે આવેલ વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતીમાને અગ્રણીઓ દ્વારા ફુલહાર કરેલ હતા. અને બાદમાં ક્ધયા શાળા ખાતે વિઠ્ઠલભાઈ રાદડીયાની છબીને પુષ્પહાર કરી દિપ પ્રાગટય કરી સેવાકાર્યનો પ્રારંભ કરેલ હતો. આતકે રકતદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હોશભેર રકતદાન કરેલ હતુ. આ તકે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ રોગનાં નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓને તપાસીને તમામ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ અપાવામા આવેલ હતી. આ તકે પશુઓને વિનામૂલ્યે રસીકરણનો પણ કાર્યક્રમ રાખેલ.
આ તમામ કાર્યકમમાં જયેશભાઈ રાદડીયા, વિઠ્ઠલભાઈ બોદેલ નાથાભાઈ બાલધા, કરણસિંહ જાડેજા, ચલુભા ચૌહાણ, ચીમનભાઈ પાનસુરીયા, ગોપાલભાઈ રાદડીયા, ધનજીભાઈ બાલધા, હરસુખભાઈ પાનસુરીયા, લખમણભાઈ વસરા ચંદુભાઈ લુણાગરીયા, હિરેનભાઈ બાલધા, ધૃપાલસિંહ જાડેજા, પ્રવીણભાઈ લાખાણી, કેતન કુકડીયા, નીરવભાઈ રાદડીયા, નવનીતભાઈ રાદડીયા, હિરેનભાઈ વસરા, રામજીભાઈ ડોડીયા, ધીરૂભાઈ ઘનશ્યામસિંહ જાડેજા જમનવેકરીયા, કરશનભાઈ સોરઠીયા, ખીમજીભાઈ બગડા, ભાણજીભાઈ ત્રાડા, લાલજીભાઈ વેકરીયા, લીલાધરભાઈ ભંડેરી, સુરેશભાઈ દેશાઈ, વિજય સાવલીયા પરશોતમભાઈ રીબડીયા, દિનેશ વિરડીયા, વિજય રાણપરીયા, તેમજ ગ્રામ્ય વિસ્તારોના સરપંચો મંત્રીઓ સહકારી અગ્રણીઓ વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો ખોડલધામ સમિતિઓ તેમજ યુવક મંડળો અને જામકંડોરણા અને ગ્રામ્ય વિસ્તાર તમામ સમાજના અગ્રણીઓ હાજર રહી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સેવાઓને બીરદાવીને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.