રૂ.૨૫૧૯ કરોડની માંગણી સામે કેન્દ્ર સરકારે રૂ.૭૭૭ કરોડ જ ફાળવ્યા હોવાનો વિધાનસભામાં ખુલાસો
રાજય સરકારે વર્ષ ૨૦૧૫-૧૬માં સર્વશિક્ષા અભિયાન માટે રૂ 2,૫૧૯ .૩૫ કરોડની ગ્રાન્ટ માંગી હતી. જેમાંી રાજય સરકારને માત્ર ‚પિયા ૭૭૭.૪૧ કરોડની એટલે કે ૩૦ ટકા ગ્રાન્ટ જ સર્વ શિક્ષા અભિયાન હેઠળ મળી હોવાનું સરકાર કબુલે છે.
સર્વશિક્ષા અભિયાન હેઠળ ફાળવાયેલા ભંડોળ અંગે દાણીલીમડાના સાંસદ શૈલેષ પરમારે પુછેલા પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ ૧૪૦૯.૫૨ કરોડની માંગણી કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે માત્ર રૂ ૭૮૬કરોડ ફાળવ્યા હતા. જયારે ૨૦૧૫-૧૬માં કેન્દ્ર સરકારે રૂ ૧૯૭૩ કરોડની માંગણી સામે માત્ર રૂ ૬૧૫ કરોડ જ ફાળવ્યા હતા.
વધુમાં જણાવાયું હતું કે, તા.૧ એપ્રિલ ૨૦૧૪ી રાજય સરકારે રૂ ૫૯૭૪ કરોડની માંગણી સર્વશિક્ષા અભિયાન હેઠળ કરી હતી અને કેન્દ્ર સરકારે તા.૧ એપ્રિલ ૨૦૧૪ી ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં ૨૧૭૭ કરોડની ફાળવણી કરી હતી. આ સમયગાળામાં રાજય સરકારે ૨૨૪૯ કરોડનો ખર્ચ કર્યો હતો.
પ્રામિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ કબુલ્યું હતું કે, સર્વશિક્ષા અભિયાન હેઠળ મળનારી ગ્રાન્ટની માંગણી સામે કેન્દ્ર દ્વારા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ રેવન્યુમાં રાજયોનોgoહિસ્સો વધારવા આ નિર્ણય લીધો છે. અગાઉ યુપીએ સરકાર સમયે રાજય સરકારને ૩૨ ટકા ભંડોળ મળતુ હતું અને નિતી આયોગના ગઠન બાદ આ ભંડોળ વધીને ૪૨ ટકા યું હતું.
સરકાર દર વખતે શિક્ષણ ક્ષેત્રે મળેલી સફળતાની ગુલબાંગો ફૂંકે છે પરંતુ ગ્રાન્ટ ફાળવવામાં તી બેદરકારીની સીધી અસર વિર્દ્યાીઓના શિક્ષણ ઉપર પડી રહી છે. સર્વ શિક્ષા અભિયાનના ભંડોળની માત્ર ૩૦ ટકા માંગણી સંતોષાઈ છે જે ખુબજ ગંભીર બાબત ગણી શકાય.