- 376 દર્દીઓએ કેમ્પનો લીધો લાભ
જામકંડોરણામાં સરકારી હોસ્પિટલમાં ભારત સરકાર દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં PDU મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેથી આવેલા તજજ્ઞ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ આપવા આવી હતી. જામકંડોરણા સહિત આસપાસના ગામમાંથી ગ્રામજનોએ કેમ્પમાં ભાગ લીધો હતો.
આ સાથે આ કેમ્પમાં સ્ત્રી રોગના નિષ્ણાંત, બાળકોના નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, ચામડીના રોગના નિષ્ણાંત, બીપી, ડાયાબિટીસ, હ્રદય રોગ વગેરેના ડોક્ટરો MD ફિઝિશિયન, આંખના નિષ્ણાંત, હરસ મસા વગેરે સર્જરીના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી
સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ડો. મધુ નિયતી, (ગાયનેક) ડો. મૌલીક ગોંડલીયા, (મેડીસીન) ડો. રૂપલ ડોડીયા, (પીડીયાટ્રીકસ) ડો. નિતીન ગોહિલ (સર્જરી) ડો. ભુમિ પટેલ અને કાર્તીક, પટેલ (ઓપ્થલમોલાજી) ડો. આકાંક્ષા યાદવ(ઈ.એન.ટી) ડો. ગરીમા યાદવ, (સ્કીન એન્ડ વી.ડી) ડો. આષીશ કુમાર અગ્રવાલ (સાયકીયાટ્રીકસ) ડો. હર્ષ રાયઠઠા (ઓર્થોપેડીકસ) ડો. સાઈ આદિત્ય નાયડુ (ટી.બી.એન્ડ ચેસ્ટ) દ્વારા સેવા આપવામાં આવી હતી. તેમજ આ કેમ્પ ને સફળ બનાવવા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રતીક ધોડકીયા, ડો.બ્રિજેશ ગઢીયા અને સરકારી હોસ્પિટલના સ્ટાફે ભારે જહમત ઉઠાવી હતી.
પ્રવિણ દોંગા