૩૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે: મંત્રીઓ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે
રકતદાન કેમ્પ, વ્યસનમૂકિત શિબિર તેમજ હાસ્ય દરબારનું આયોજન
ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા ગોંડલની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આગામી રવિવારના રોજ દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે આ અંગે વિસ્તૃત વિગત આપવા સમુહ લગ્નના આયોજકો ચંદુભાઈ ડાભી, કિશોરભાઈજેઠવા,, મનોજભાઈ મારડીયા, વલ્લભભાઈ કટકીયા, જીતુભાઈ મા‚, મનોજભાઈ મેસવાણીયા, રાજુભાઈ ચાવડા, શૈલેષભાઈ ઉંમરાણીયા અને રવીભાઈ જસાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સમુહ લગ્ન પૂર્વે શનિવારના રોજ રાત્રે ૮ થી ૧૧ દરમિયાન હરદેવભાઈ હિર અને શિવરાજસિંહ વાળાનો હાસ્ય દરબાર યોજાશે. રવિવારના રોજ સવારે ૬.૩૦ કલાકે જાન આગમન, ૮ કલાકે સામૈયા, ૯ કલાકે હસ્તમેળાપ, ૧૧.૧૫ કલાકે સ્વાગત સન્માન ત્યારબાદ ભોજન સમારંભ અને બપોરે ૧.૩૦ કલાકે જાનને વિદાય આપવામાં આવશે. સમુહ લગ્ન દરમિયાન રકતદાન અને વ્યસનમૂકિત શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયંતીભાઈ ઢોલ, ઉદઘાટક તરીકે મંત્રી ઈશ્વરભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જયેશભાઈ રાદડીયા મંત્રી વાસણભાઈ આહિર, પરસોતમભાઈ સોલંકી, વિધાનસભા દંડક ભરતસિંહ ડાભી,ઉપદંડક આર.સી. પટેલ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સામાજીક ન્યાય સચીવ કે.જી. વણઝારા ઉપસ્થિત રહેશે આ તકે દિવ્ય સ્વ‚પ સ્વામી, મહંત સીતારામબાપુ, સ્વામી મુકતસ્વ‚પદાસજી, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, શાસ્ત્રી ભાસ્કરભાઈ દવે, અને રાજેશભાઈ શુકલ અશિર્વચન પાઠવશે.
સમુહ લગ્નના મુખ્ય દાતાઓ
જયંતીભાઈ ઢોલ, રમેશભાઈ ધડુક, ગોપાલભાઈ ભુવા, ભુપતભાઈ ડાભી, જયરાજસિંહ જાડેજા રહ્યા છે.સમુહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા બક્ષીપંચ સમાજ સંગઠનના પ્રમુખ ચંદુભાઈ ડાભી અને મહામંત્રી કિશોરભાઈ જેઠવાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.