સામગ્રી :
- ૫૦૦ ગ્રામ સરસોના પત્તા
- ૧૫૦ ગ્રામ પાલક
૨૫૦ ગ્રામ ટામેટા
૨-૩ લીલા મરચા
૨ ઈચ લાંબુ આદુ
૨ ચમચી સરસોનું તેલ
૨ ચમચી ઘી
૨ ચપટી હિંગ
૧/૨ ચમચી જીરું
૧/૪ ચમચી હળદર પાવડર
૧/૪ કપ મકાઈનો લોટ
૧/૪ ચમચી લાલ મરચું પાવડર
મીઠું સ્વાદ અનુસાર
રીત:
સરસો અને પાલકના પત્તા ધોઈ સાફ કરી લો. પાણી કાઢી તેને સમારી લો. તેને કૂકરમાં એક કપ પાણી મિક્સ કરી બાફી લો. ટામેટા, લીલા મરચા અને આદુને મિક્સીમાં બારીક ક્રશ કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરો. મકાઈનો લોટ બ્રાઉન થવા સુધી શેકો. તેને અલગ રાખો. હવે તેલ કઢાઈમાં નાખી ગરમ કરો. તેમાં હિંગ અને જીરું નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી અને લસણ શેકો. બાફેલા અને ક્રશ કરેલ સાગને હવે શેકેલા મસાલામાં મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે પાણી, મકાઈનો લોટ અને મીઠું નાખી રાંધો. હવે તેને બાફી ૫-૬ મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો. તાજા માખણથી ડેકોરેટ કરો અને મકાઈની રોટલી અથવા પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો.