કેશોદ સમાચાર
કેશોદ નેશનલ હાઇવે બન્યાનાં 9 વર્ષ દરમ્યાન 100 કરતાં વધુ મોત થયા છે . જેને લઇ અકસ્માતને અટકાવવા તાલુકાના 7 ગામના સરપંચોએ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. પીપળી ધાર નેશનલ હાઇવેને અકસ્માત ઝોન જાહેર કરી સર્વિસ રોડ અને હાઇ માસ્ટર ટાવર ઉભો કરવા ગામડાના સરપંચોની માંગ કરવામાં આવી હતી.પરંતુ ગામના સરપંચોએ સ્વખર્ચે બેરીકેટ તેમજ કપચી ભરેલાં પીપ રાખવામાં આવ્યા છે. આ નેશનલ હાઇવે પર અકસ્માત ટાળવા સરપંચોના નિર્ણયને કેશોદ પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટીએ આવકાર્યો છે.