ભારત ગામડાઓમાં વસેલો દેશ છે અને જયારે ગામડાઓનો વિકાસ થશે તો દેશ આપોઆપ વિકસિત બનશે ત્યારે ગામડાઓને વિકાસની હરણફાળ ભરાવવા હવે સરપંચને તાલીમ આપવામાં આવનાર છે.
ગામડાઓમાં વિકાસ માટે મુખ્ય આધાર ગામના સરપંચનો હોય છે. ગામનો વિકાસ હોય કે પછી ગામની સામાજીક બાબતો દરેક રીતે સરપંચ ગામના સુંદર વાતાવરણ સર્જવા મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.
સરપંચના પદના મહત્વને લઈ હવે ગ્રામ્ય વિકાસ માટે ક્વોલિટી કંટ્રોલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ શરુ કરાયો છે. જેના દ્વારા સરપંચોને એક વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. આ વિશેષ સંવાદનો કાર્યક્રમ આગામી માર્ચ મહિના સુધી ચાલનારો છે.
ગુજરાતના 10,000 સરપંચોને પંચાયત વહિવટ અને વિકાસની ગુણવત્તાને લઈ તાલીમ અપાશે
ગામડાઓમાં વિકાસ માટે મુખ્ય આધાર ગામના સરપંચનો હોય છે. ગામનો વિકાસ હોય કે પછી ગામની સામાજીક બાબતો દરેક રીતે સરપંચ ગામના સુંદર વાતાવરણ સર્જવા મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. સરપંચના પદના મહત્વને લઈ હવે ગ્રામ્ય વિકાસ માટે ક્વોલિટી કંટ્રોલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ શરુ કરાયો છે. જેના દ્વારા સરપંચોને એક વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. આ વિશેષ સંવાદનો કાર્યક્રમ આગામી માર્ચ મહિના સુધી ચાલનારો છે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(ક્યુસીઆઈ)દ્વારા રાજ્યમાં લગભગ 10 હજાર જેટલા સરપંચોને ઉચ્ચ ગુણવત્તાના સંદર્ભમાં તાલીમ પૂરી પાડવામાં આવશે. ગ્રામ્ય સ્તરે પંચાયતનો ગુણવત્તા સભર વહિવટ થઈ શકે અને વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય એ માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેકવાર ફરિયાદો ઉઠતી હોય છે અને જેમાં વિકાસના કાર્યોમાં ગુણવત્તાનો અભાવ જોવા મળતો હોય છે. જોકે તાલુકા અને જિલ્લા સ્તરેથી ગોઠવી દેવાતી એજન્સીઓને લઈ અનેકવાર સવાલો ઉઠ્યા છે.
ગ્રામ્ય સ્તરે વહિવટી માળખુ એડમિનિસ્ટ્રેશનની બાબતમાં વધુ સુદ્રઢ બને એ જરુરી છે. આ માટે થઈને અનેકવાર પ્રયાસો કરવામાં આવે છે. જોકે બદલાતા સમય સાથે વખતો વખત વર્તમાન સ્થિતિ મુજબ ગ્રામ વિકાસના માળખાની સુધારણા જરુરી હોય છે. આવી જ રીતે આગામી વર્ષ 2024 ના માર્ચ મહિના સુધી ક્યુસીઆઈ દ્વારા સરપંચોને તાલીમ આપવામાં આવનાર છે. સરપંચ સંવાદ કાર્યક્રમમાં 10,000 સરપંચોને જોડવામાં આવનાર છે.
મીડિયા રિપોર્ટ મુજબ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેને કહ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમાં આવેલ તેમની કચેરી દ્વારા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોને પણ ગુણવત્તા બાબતને સમજાવશે. એટલે કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ સરપંચોને ગ્રામ્ય વિકાસ અને વહિવટમાં ક્વોલિટી કંટ્રોલ સંદર્ભમાં તાલીમ આપશે.
રાજ્યના અનેક ગામડાઓ ઉદાહરણરૂપ
ગુજરાતના અનેક ગામડાઓ એવા છે, કે જેમણે ગ્રામ્ય સ્તરે વિકાસ કરીને દેશ અને દુનિયામાં ઓળખ સ્થાપી છે. જેમાં સાબરકાંઠાનુ પુંસરી અને દરામલી ઉદાહરણીય વિકાસ કાર્યો કરી ચૂક્યા છે. દરામલીમાં મહિલા સરપંચે 10 વર્ષમાં ગામડાની કાયાપલટ કરતો વિકાસ જ નહીં ગામમાં અનોખી યોજનાઓ દ્વારા શિક્ષણ અને રોજગારી માટે પણ સફળ પ્રયાસ કર્યો હતો. મહિલાઓને પણ ઘરે બેઠા રોજગારી પેદા કરવાનો પણ પ્રયાસ કરીને ગામડાના વિકાસને બદલી દીધો હતો.
સરપંચોને ગ્રામ્ય વિકાસ અને વહીવટી ક્વોલિટી કંટ્રોલની તાલીમ અપાશે
રિપોર્ટ મુજબ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેને કહ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમાં આવેલ તેમની કચેરી દ્વારા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોને પણ ગુણવત્તા બાબતને સમજાવશે. એટલે કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ સરપંચોને ગ્રામ્ય વિકાસ અને વહિવટમાં ક્વોલિટી કંટ્રોલ સંદર્ભમાં તાલીમ આપશે.