સાલા મેં તો ‘સાબ’ બન ગયા

પંચાયતી રાજમાં વડાપ્રધાન કરતા પણ વધુ સત્તા જેને મળી છે તેવા પંચાયતના સરપંચ સંવિધાન-કાયદાનું સન્માન ન જાળવે તે કેમ ચાલે?

 

અબતક, રાજકોટ

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારતમાં લોકતંત્રની આધારશીલા પંચાયતી રાજ ગણાય છે, ત્યારે પંચાયતની સ્વાયત્તતા અને ખાસ કરીને સરપંચને આપવામાં આવેલી વિશાળ સત્તાઓ ને લઈને ભારતીય લોકતંત્ર અનેક રીતે વિશિષ્ટ બની રહ્યું છેપંચાયતી રાજમાં ગામના સરપંચ થી લઈને નગરપતિ મેયર ધારાસભ્ય સંસદ મંત્રીઓ અને વડાપ્રધાન સુધી ના પદાધિકારીઓ માં જે અધિકાર સરપંચને સંવિધાનિક રીતે આપવામાં આવ્યા છે તે અધિકાર વડાપ્રધાનને પણ નથી અપાયા,લોકતાંત્રિક વ્યવસ્થામાં સરપંચ એક એવા પદાધિકારી છે જે નિર્ણય પણ પોતે લઈ શકે છે અને ચેક માં સહી પણ પોતે જ કરે છે, નિર્ણય અને અમલની સરપંચ ની સત્તા એક વિશિષ્ટ અધિકાર ની શ્રેણીમાં આવે છે, પંચાયતના વહીવટ થી લઈને નિર્ણય અને તેના અમલની વિરાટ સત્તા ધરાવતા સરપંચ ને લોકતાંત્રિક વ્યવસ્થા ની આધારશીલા ગણવામાં આવે છે. પંચાયતી રાજ નું મુખ્ય કેન્દ્રબિંદુ સરપંચ ના અધિકારો ને લોકતંત્રની ગરિમાનું ઘરેણું માનવામાં આવે છે, ગામના સરપંચને ખરા અર્થમાં રાજા ના અધિકારો અને ગામ રખેવાળવિકાસ અને નાગરિકો ની સુવિધા માટેની ગરીમાપૂર્વક ની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે સરપંચ માટે પણ ગ્રામ હિત ,જનહિત અને કાયદા સવિધાન ની ગરીમા જાળવવાની જવાબદારી બને છે, સરપંચ રાજાને મર્યાદા અને પોતાની જવાબદારી જાળવવાની નૈતિક ફરજ બને છે ક્યારેક ક્યારેક દિલીપ કુમારના એક ફિલ્મ ના ગાયન”સાલા મે તો સાહેબ બન ગયા.યે સુટ મેરા દેખો મેરા દેખો જેસે ગોરા કોઈ લન્ડન કા”ની જેમ સરપંચ નો હોદ્દો ધરાવતી વ્યક્તિ ને પાવર નો પાવર આવી જાય અને બંધારણ અને કાયદાની અવગણના કરે તે હરગિજ ચલાવી ન લેવાય તેવા અભિગમ સાથે ગુજરાત હાઇકોર્ટ ભાવનગર જિલ્લા ઉમરાળા ગામના સરપંચ ને કોર્ટ ની તારીખમાં હાજર રહેવાના ગલા તલ્લા સામે આકરી કાર્યવાહી નો સંકેત આપીને સરપંચ સાહેબ ને  જેલમાં જવા તૈયાર રહેવાનું કહેવડાવી દીધું હતું.

ગુજરાત હાઇકોર્ટમાં ભાવનગર તાલુકાના ઉમરાળા ગામ ના સરપંચ સામે કોર્ટના આદેશ ન માનવા ના સંજોગોમાં હાઈકોર્ટે સરપંચ ઘનશ્યામ સિંહ ગોહિલ ને અદાલતમાં હાજર રહેવાનું ફરમાન જારી કરી દીધું હતું, ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો ને વળતરની 86 લાખની રકમ માંથી રૂપિયા 64 લાખ ની ચુકવણી બાકી રહ્યા ને લઈને પાંચ સફાઈ કામદારોએ પોતાને મળવાપાત્ર રકમ માટે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા અને પોતાના હક્કની રકમ ચુકવણી માં વિલમ સામે ન્યાયની માંગણી કરી હતી ત્યારે આ કેસમાં કોર્ટ ને એવું ધ્યાનમાં આવ્યું હતું કે પાંચ સફાઈ કામદારો માંથી કેટલાક તો ગુજરી પણ ગયા છે અને અદાલતનો આદેશ હોવા છતાં તેમને 32 વર્ષથી ન્યાય મળ્યો નથી ગ્રામ પંચાયતે  તેની સામે હાઇકોર્ટમાં કરેલી અરજી પરની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને આસુતોષ શાસ્ત્રી ની ખંડપીઠ સામે ચાલી જતા અદાલતને રાકેશ બારોટ ને અન્યાય થયો હોવાનું માલુમ પડતા સુનાવણી મા ગેરહાજર અને અદાલત ને નગર કરતા સરપંચ સામે કોર્ટે આકરૂ વલણ અખત્યાર કરીને પંચાયત તરફથી ઉપસ્થિત વકીલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તમે સરપંચને થેલીમાં બે જોડી કપડાં લઈને આવવાનું કહી દો અને સરપંચ સાહેબ જેલમાં જવા તૈયાર થઈ જાય.અદાલતના આકરા વલણ સામે પંચાયતના વકીલને બચાવની પૂરેપૂરી કોશિશ કરીને જણાવ્યું હતું કે પંચાયત પાસે માત્ર ત્રણ લાખ રૂપિયા છે અને આટલી મોટી રકમ તાત્કાલિક ધોરણે ચૂકવવી પંચાયત માટે મુશ્કેલ છે, ત્યારે કોર્ટે કહ્યું હતું કે આ  કોર્ટની પ્રતિષ્ઠાનો સવાલ છે “તમે ગમે તેની પાસેથી ઉછીના લો”, કોઈ પણ વ્યવસ્થા કરો, સરકાર પાસેથી મદદ માંગો પરંતુ તમારે આ રકમ ચૂકવવી જ પડશે.

અમારે પંચાયતની આર્થિક સ્થિતિ નો વિચાર કરવો જરૂરી નથી, બચાવપક્ષના વકીલે દલીલ કરી હતી કે પંચાયત વિકાસ કામો ની ગ્રાન્ટ માંથી આ રકમ ફાળવવા પ્રયાસ કરી રહી છે ત્યારે અદાલતે જણાવ્યું હતું કે વિકાસ કામ કરતા આ કામદારોને કોઈપણ રકમ ચૂકવી વધારે સારી રહેશે કોર્ટે અરજદારના વકીલે પ્રતિવાદી ને હાજર રહેવાની માગણી સ્વીકારી ને જણાવ્યું હતું કે પક્ષકારો તાત્કાલિક ધોરણે હાજર થઈ જાય નહીં તો આ કેસનો ચુકાદો જાહેર કરી દેવાશે કોર્ટમાં હાજર રહેવામાં કસુરકરનાર સરપંચને સંબોધીને અદાલતે જણાવી દીધું હતું કે સરપંચ ને કહો કે બે જોડી કપડાં થેલીમાં નાખીને આવી જાય અને જેલમાં જવા તૈયાર થઈ જાય,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.