સરકારી જમીન પર દુકાનો ખડકી વેંચી મારી: ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ

જામજોધપુર તાલુકાના મોટીગોપ ગાપના સરપંચ જયોત્સનાબેન પાથર તથા વર્ષાબેન નંદાણીયા, ઉપ સરપંચ તરીકે કાર્યરત છે. બંનેની કાર્ય પધ્ધતી રબ્બર સ્ટેમ્પ જેવી છે. તેમજ બંનેના પતિદેવો આ હોદો ભોગવી રહ્યા છે. સરપંચ ઉપસરપંચ દ્વારા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી દબાણ દૂર કરવા દબાણકારીને નોટીસ પાઠવેલ છે. ત્યારે ગરીબ અને મજૂર માણસોએ સ્વેચ્છાએ દબાણ દુર કરી દીધેલ છે. પરંતુ સરપંચ તથા ઉપસરપંચ પોતાનું દબાણ ખૂદનું દૂર કરતા નથી બંનેના રહેણાંકી સરપંચ ઉપસરપંચ સરકારી જમીન પર દબાણ કરી બનાવેલ છે. છતા દૂર કરાતા નથી આ દબાણો કેમ નજર અંદાજ કરાય છે.?

સરપંચ ઉપસરપંચના સગાવાદ અને મળતીયાઓના દબાણો પણ કેમ દૂર કરાતા નથી એમને જાણીજોઈને શુ કામ નજર અંદાજ કરાય છે. ખેડુત માણસો ઉપર કાયદાની મોટી બીક દેખાડી ધમકાવી દબાણ દૂર કરવા ધમકી આપે છે. સરપંચ ઉપસરપંચ બંનેના પતિદેવો આ કાર્યવાહીમાં સામેલ રહી ભ્રષ્ટાચાર ફેલાવે છે. ઉપરાંત સરપંચ દ્વારા પાણીનો જે મંજૂર થયેલ બોર દીપ જે ગ્રામજનો ઉપયોગ હોય છે. આ બોર ધરતી સરકારી જમીનમાં બતાવી તેમના ઘરમાં બનાવી લીધી છે.તેમજ મોટાગોપના ગામના પાટીયા પાસે સરકારી જમીન પર દુકાનો બનાવી સરકારી જમીનના મોટા દસ્તાવેજ તથા રેકર્ડ ઉભુ કરી સરપંચના પતિદેવ દ્વારા રૂ|. ૧૦૦ના સ્ટેમ્પ નોટરી લખાણથી અમુક ઈસમોને વેચાણ આપેલ છે. જેમની તપાસ કરી કૌભાંડ બહાર લાવવા રજૂઆત રહેલ છે. આ પહેલાના પૂર્વ સરપંચ દ્વારા તમામ દસ્તાવેજી પરાવા સાથે ડી.ડી.ઓને લેખીત અરજી કરી ફરિયાદ પણ કરેલ છતા તંત્ર પગલા લેતુ નથી પૂર્વ સરપંચ દ્વારા સરકારી જમીન પર દુકાનો બનાવી વેચાણ કરેલ છે. તેની નકલ પણ રજૂ કરેલ છતા તંત્ર મુંગુ કેમ છે. તે પણ એક સવાલ છે. તથા સરપંચ ઉપસરપંચની સહિત તેમના પતિદેવોએ ગામમાં ઘણો ભ્રષ્ટાચાર આચરેલ છે જો તપાસ થાય તો લાખો રૂ|.નું કૌભાંડ બહાર આવે હાલ બંનેના પતિદેવોદ્વારા નિદોર્ષ ગ્રામજનોને હેરાન કરાય છે. સભ્યોને ડરાવી ધમકાવી બાનમાં રાખી ખોટા ઠરાવો કરી ઠરાવોમાં સહી લઈ લેવાય છે.

આ અંગે યોગ્ય તપાસ કરી સરપંચ ઉપસરપંચને હોદાપરથી તાત્કાલીક દૂર કરવા દિનેશભાઈ ગોવાભાઈ સહિત ગ્રામજનોએ કલેકટર અને જિલ્લા પંચાયતને વિગતવાર લેખીત જાણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.