હિતેશ રાવલ – સાબરકાંઠા
રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિને તમામ સુવિધા મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે. જોકે ભ્રષ્ટાચારના ભોરિંગ હેઠળ આજે પણ છેવાડાના માનવીને તેનો ભોગ બનવું પડતું હોય છે જેમાં સૌથી વિશેષ જે તે ગામના સરપંચ જવાબદાર બનતાં હોય છે ઠીક આવું જ સાબરકાંઠા તલોદ તાલુકાના ભાટીયા ગ્રામ પંચાયત ના સરપંચ ફતેસિંહ રાઠોડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન પાસ થતાં રૂપિયા ૧૦ હજારની લાંચ સ્વીકારતા હતા રંગે હાથ ઝડપાયા છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં લોકોએ ફિટકાર વરસાવી રહ્યા છે.
આ મામલે ફરિયાદી એ મકાનનું આશરે ત્રણ વર્ષ પહેલા સર્વે થયેલ તે સર્વેમાં ફરિયાદીનું મકાન કાચુ હતું. સર્વે થયા બાદ તેઓનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ (મકાન) મંજુર થયું હતું જેથી આરોપી સરપંચ ફરીયાદીના ઘરે જઈ રૂ.૫૦,૦૦૦/- નો હપ્તો ખાતામાં જમા થતા સરપંચ દ્વારા 10,000 ની માંગણી કરતા એ.સી.બી.નો સંપર્ક કરી આજે આબાદ ઝડપી લીધો છે જોકે આજે પણ ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન-૪ વ્યાપકપણે ફેલાયું છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે જાગૃતતા ની જરૂરિયાત છે ત્યારે જોઈએ છે કે આ મામલે આગામી વહીવટીતંત્ર દ્વારા આ દિશામાં કેટલો પ્રયાસ હાથ ધરાશે.