“અબતક” મુલાકાતમાં સુરેશભાઈ પરમારે કેમ્પનો લાભ લેવા જનતા જનાર્દનને કર્યો અનુરોધ
જન જન ના આરોગ્યની દરકાર કરતી વર્તમાન સરકાર દ્વારા રાજ્યની બારસો જેટલી હોસ્પિટલોમાં સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા તાજેતરના બજેટમાં પાંચ લાખથી વધારી 10 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આયુષ્યમાન ભારતકાર્ડ થકી જ હોસ્પિટલોમાં સારવાર થઈ શકે તેમ છે, ત્યારે આ આયુષ્યમાન ભારત કાર્ડ લોકોને સરળતાથી મળી જાય તે માટે સર્જન ફાઉન્ડેશન દ્વારા આવતીકાલ તારીખ 29 માર્ચ રાષ્ટ્રીય શાળામાં સવારે 10:00 વાગ્યાથી સાંજના પાંચ સુધી આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું રાષ્ટ્રીય શાળામાં માં આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે અબ તકની મુલાકાતે આવેલા સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઈ પરમાર ;રાવણા રાજપૂત સમાજના પ્રદેશ અધ્યક્ષ કાનાભાઈ ચૌહાણ. જય સોમનાથ ના ગુણવંતભાઈ ભટ્ટ દેવેન્દ્રસિંહ ભાઈ રાણા, અલ્પેશભાઈ ગોહિલ અને ભાવેશભાઈ હાડા આયુષ્યમાન કાર્ડ કેમ્પના આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે જરૂરિયાત મંદ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવા ના કેમ્પનું ઉદઘાટન મયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઈ મીરાણી ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા ડોક્ટર આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ્રીબેન ડોડીયા રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ રાજુભાઈ પોબારુ પિયુષભાઈ મહેતા બિલ્ડર એસોસિયેશનના ના પ્રમુખ પરેશભાઈ ગજેરા ભવરસિંહ દેવડા, જીતુભાઈ કોઠારી, નરેન્દ્ર ઠાકોર, કિશોરભાઈ રાઠોડ કોર્પોરેટર દેવાંગભાઈ માકડ નેહલશુકલ વર્ષાબેન પાધી જયશ્રીબેન ચાવડા આગેવાનોમાં પ્રતાપભાઈ વોરા રમેશભાઈ દોમડીયા, અનિલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા વાલાજી જેસાજી ચૌહાણ ઉપસ્થિત રહેશે આ કેમનું આયોજનના પ્રમુખ સુરેશભાઈ પરમાર અને આગેવાનો કાનાભાઈ ચૌહાણ, દેવેન્દ્રસિંહ રાણા, નયનભાઈ પંચોલી, ગુણવંતભાઈ ભટ્ટ, રહીમભાઈ સાડેકી કિશોરભાઈ ગઢવી , નંદલાલભાઈ જોશી, કિરણભાઈ ,સંજયભાઈ ,સુનિલભાઈ, કમલેશભાઈ ,ચંદ્રેશભાઈ, જયભાઈ, ભાવેશભાઈ હાડા પાર્થભાઈ ભટ્ટી પ્રિયાંકભાઈ ,હિતેશભાઈ, દેવાંગભાઈ ,શૈલેષભાઈ, પ્રતિકભાઇ આનંદભાઈ મકવાણા જહેમત ઉઠાવી રહ્યા છે આ કેમ્પનો લાભ લેવા તમામને સવારે 10:00 વાગે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ હોલમાં આવી બહોળી સંખ્યામાં લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.