સરગમ કલમ સંચાલીત લેબોરેટરી, આરોગ્ય સંકુલ, લેડીઝ લાઇબ્રેરી અને સીનીયર સીટીઝન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન
સરગમ કલબ સંચાલીત આરોગ્ય સંકુલ રાહત દરે લેબોરેટરી અને લેડીઝ લાઇબ્રેરી તથા સીનીયર સીટીઝન લાયબ્રેરીનું ઉદધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વજુભાઇવાળના વરદ હસ્તે ઉદધાટન કરવામાં આવ્યું હતું. ઉદધાટન સમારોહમાં અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા વગેરે મહાનુભાવો સામેલ થયા હતા. અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન વજુભાઇ વાળાએ જણાવ્યું કે તે પહેલેથી સરગમ કલબ સાથે જોડાયેલા છે. અને સરગમ કલબની આટલી લોકપ્રિયતા અને ચાહના પાછળ સરગમ કલબ રાજકોટની જયારે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે સમસ્ત ગુજરાતમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે ઉઘાડા પગે દોડીને સમાજનું કામ કર્યુ છે. જયારે ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૫ માં દુષ્કાળ પડયો ત્યારે પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ હતી ત્યારે સરગમ કલબે પોતાના ખર્ચે ટેન્કરો લાવી અને સરગમના કાર્યકર્તાઓ દરેક પરીવારને પાણી પુરુ પાડતા હતા અને લાખોપતિ પણ મંજુરી કરી અને લોકોને પાણી નું વિતરણ કરતા હતા.
મોરબીની અંદર પૂરની હોનારત થઇ ત્યારે પણ મદદ કરી હતી કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ કચ્છના લોકોને મદદ કરવા સરગમ પરીવાર દોડી ગઇ હતી. અને રાજકોટમાં શાસ્ત્રીમેદાનમાં ગરીબ લોકો માટે ફ્રી ઓફ ચાર્જ જમણવાર કરવામાઁ આવ્યો હતો. જયારે સરકારે પૂછયું કે તમારે કેટલો ખર્ચ થયો છે. ત્યારે તેઓ એમ કહ્યું કે કાંઇ જ ખર્ચ થયો નથી. લોકોએ અમને દાનમાં જે પૈસા આપ્યા છે. અને વઘેલા પૈસા તેમણે જમા કરાવી દીધા છે. સરગમ કલબની વિશ્ર્વસનિયતાને કારણે અને તેમની સારી પ્રવૃતિને કારણે લોકો દાન કરે છે.
આજે દવાખાનાનું ઉદધાટન કર્યુ કે વ્યકિત હિરાભાઇના નામથી દવાખાનું ખોલવામાં આવ્યું છે. તેનો પરીવાર સમાજસેવા માટે હંમેશા તત્પર રહે છે. હીરાભાઇ ઓછું ભણેલા હતા. પરંતુ સમાજ સેવા અને ધાર્મિક કાર્યો કરવા તેઓ આગળ રહેતા. આજે તેનો પરિવારપણ આ રસ્તે આગળ વધી રહ્યો છે. અને આજ તેના નામનું દવાખાનું ખોલવામાં આવ્યું છે. ભવિષ્યમાં હોસ્પિટલ બને તેવી આશા રાખું છું. અને સરગમ કલબની સારી પ્રવૃતિઓ માટે અભિનંદન પાઠવું છું.
વધુમા અતબકની વાતચીત દરમિયાન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું કે સરગમ કલબના આજ ૩૫ વર્ષ પૂરા થવાની તૈયારી છે. ત્યાહે માલમાં ૩૧મી પ્રવૃતિ ચાલી રહી છે. જેના ભાગરુપે ઇવનીગ પોસ્ટમાં સીનીયર સીટીઝન પાર્ક છે. ત્યાં અમારા ૧ર૦૦ મેમ્બર છે. અહીયા કોઇ લાઇબ્રેરીની સગવડતા નહોતી.
અને અમે રાજકોટ જીલ્લા કલેકટરને વિનંતી કરી કે લાઇબ્રેરી માટે બીલ્ડીંગ બાંધી આપો. ત્યારે તેમના સહકારથી સરગમ કલબ સંચાલીત ઇવનીઁગ પોસ્ટમાં બીલ્ડીંગ બાંધી આપ્યું.
અમારા ડોનર ફિલ્મ માર્શલ ગ્રુપના અરવિંદ પટેલ અને યોગેશભાઇ પુજારાના સહકારથી આજ અમો લાઇબ્રેરી શરુ કરી શકયા છીએ. ફકત મહીનાના ૧૫ રૂપિયા ચાર્જ સાથે લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકાશે. લાઇબ્રેરીમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વગેરે ભાષાના પુસ્તકો ઉપલબ્ધ હશે. અહીંયા સીનીયર સીટીઝન સરળતાથી વાંચી શકે તેવા પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે. સરગમ કલબ સમાજના તમામ ક્ષેત્રની અંદર કાર્ય કરી રહી છે. આજ રોજ અમોએ ચાર પ્રવૃતિઓ લેબોરેટરી, દવાખાનું, લેડીઝ લાઇબ્રેરી અને સીનીયર સીટીઝન વગેરેનું ઉદધાટન કર્યુ છે. દવાખાનામાં ફકત ૧૦ ‚પિયા આપી સારવાર લઇ શકાશે. લેબોરેટરી માટે ર૦ રૂપિયા લેડીઝ લાઇબ્રેરી માટે મહીનાના ફકત ૧૦ રૂપિયા ચાર્જ સાથે આ બધી સેવાનો લાભ લઇ શકાશે.
અમારા દાતાઓના સહયોગથી આજ અમો આટલી સસ પ્રવૃતિઓ કરી શકીએ છીએ.