સરગવાનાં મૂળથી લઈને એનાં પાન અને એનાં ફળો પણ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 300થી વધુ રોગોની દવા છે.
ફળ, ફૂલ અને પાન ગુણકારી
સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ નથી, પરંતુ એનાં ફૂલો, પાંદડાં અને ફળો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાનું જો નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશાં ફિટ અને યુવાન રહી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે. સરગવામાં એન્ટીફંગલ, એન્ટીવાઈરસ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવાં ઘણાં પોષકતત્ત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે.
સરગવાનાં ફળો અને પાન ત્રણ અલગ અલગ રીતે વાપરી શકાય છે. પાંદડાંને કાચાં, પાઉડર અથવા રસના રૂપમાં ખાઈ શકાય છે. સરગવાનાં પાનને પાણીમાં ઉકાળીને એમાં મધ અને લીંબુ ભેળવીને પી શકાય છે. સરગવાનાં પાનનો ઉપયોગ સૂપ અને કરીમાં કરી શકાય છે. દર્દીઓને દરરોજ 2 ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરની સલાહથી લેવો જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર સરગવો બ્લડશુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીએ દરરોજ સરગવોનું સેવન કરવું જોઈએ.
આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. એ 300થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. એનાં પાંદડાં અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. દક્ષિણ ભારતમાં સરગવાનો ઘણો ઉપયોગ થાય છે.
સરગવાનાં ફૂલોનો રસ પીવો અથવા શાક ખાઓ અથવા સૂપ પીવો. જો તમને વધુ ફાયદો જોઈતો હોય તો દાળમાં ઉમેરીને પકાવો. સરગવો આંખો માટે પણ સારો છે. આંખનું તેજ પણ વધારે છે.