વરસાદની ઋતુ આપણને ગરમીથી તો રાહત આપે છે. પણ સાથોસાથ આ સીઝનમાં સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સિઝનમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ અનેકગણું વધી જાય છે. આજના સમયમાં કેટલાક લોકોને બહાર જઈને ફાસ્ટફૂડ ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. આના લીધે આ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે. તે માટે તમે સરગવાનું સૂપ ટ્રાય કરી શકો છો. જે તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે. સરગવાનું સૂપ વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ છે.

Drumstick soup Recipe by Subha Suresh - Cookpad

સરગવાનું સૂપ રોગપ્રતિકારક શક્તિ માટે કેમ સારું છે?

Does the Immune System Differ between Men and Women?

ડ્રમસ્ટિક સૂપ આવશ્યક વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર છે, જે તેને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ બનાવે છે. તેમાં વિટામિન સી ખાસ કરીને વધારે છે, . સાથોસાથ તે સામાન્ય શરદી, ઉધરસ અને ફલૂ જેવા ચેપ સામે લડવામાં મદદ કરે છે. સરગવામાં ફાઇબર પણ વધુ હોય છે અને તે ચોમાસા દરમિયાન આંતરડાના સારા સ્વાસ્થ્યમાં યોગદાન આપી શકે છે. સરગવાના સૂપના સેવનથી અનેક ફાયદા થાય છે. સરગવાના સૂપથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પથ્થરી બહાર કાઢવા માટે સરગવાનું સૂપ ઉપયોગી છે. તે સિવાય કોલેસ્ટ્રોલ ઘટડવા, બ્લડ પ્રેશર નોર્મલ રાખવા, પાચનશક્તિ મજબૂત બનાવવે છે.

સરગવાનું સૂપ કઈ રીતે બનાવવું :

DRUMSTICK SOUP | Rangi's Kitchen

સરગવાનું સૂપ બનાવવા માટે સૌપ્રથમ સરગવાની શિંગ ધોઈને કાપી લો. ત્યારબાદ ગરમ પાણીમાં જ્યાં સુધી તે નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો. નરમ થયા પછી આ કઠોળને મિક્સરમાં પીસી લો અને તેનો માવો તૈયાર કરો. હવે એક કડાઈમાં એક ચમચી ઘી લો અને તેમાં હિંગ ઉમેરો. થોડીવાર બાદ તેમાં સરગવાની શિંગનો પલ્પ ઉમેરો. હવે તેમાં કાળું મીઠું, મીઠું, કાળા મરી અને જીરું પાવડર ઉમેરો. 5 મિનિટ પકાવો અને ગેસ બંધ કરો. હવે તમારું સૂપ તૈયાર છે. તેના પર કોથમીર નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.