એસ.જે. નામથી ઓળખાતા સંગીતકાર સંગીત ક્ષેત્રે અંતરિક્ષની જેમ વિરાટ છે: સમગ્ર સૃષ્ટિમાં તેમની કર્ણપ્રિય ઘ્વનિ અજરામર છે
70ના દાયકાના આરંભ સુધી સૌથી વધુ ફી લેનાર સંગીતકાર હતા: તેમને નવ વખત ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો: બોલીવુડ જગતનો ગોલ્ડન એરા ના મોટાભાગના ગીતો સંગીતકાર શંકર જયકિશને બનાવ્યા હતા.
1949માં પ્રથમ ‘બરસાત’ ફિલ્મથી આ જોડીની શરુ થયા બાદ 1970માં ‘મેરા નામ જોકર’ ફિલ્મ બાદ ખંડિત થઇ: જયકિશનના અવસાન બાદ શંકરે એ જ નામથી સંગીત આપ્યું અને 1987 માં તેમનુ: પણ અવસાન થયું.
હિન્દી ફિલ્મ જગતની પ્રથમ સંગીતકાર જોડી હુશ્નલાલ ભગતરામ બાદ લક્ષ્મીકાંત પ્યારેલાલ, રામ-લક્ષ્મણ નદીમ શ્રવણ જેવી અનેક સંગીતકાર જોડી આવી પણ એક માઇલસ્ટોન સમું સંગીત દુનિયામાં નામ જોડી નં. 1 એટલે શંકર – જયકિશન હતા. 1949 થી 1987 સુધી આ બેનર તળે ગોલ્ડન એરાના સુંદર ગીતો ફિલ્મ જગતને મળ્યા હતા. માત્ર 41 વર્ષની વયે જયકિશનના અવસાન બાદ સતત 16 વર્ષ સુધી એકલા શંકરે સંગીત આપીને ‘શંકર-જયકિશન’ નું નામ અમર કરીદીધું. આ જોડીના પાત્રો બન્ને અલગ અલગ રાજયોના હોવા છતાં સાત સુરોની સરગમમાં એવા ગુંથાઇ ગયા કે બોલીવુડમાં અમર થઇ ગયા હતા. દાદા સાહેબ ફાળકે એવોર્ડ લેતા મન્ના ડે એ જણાવ્યું હતું કે મારા અવાજનો શ્રેષ્ઠ ઉપયોગ સંગીતકાર શંકર – જયકિશને કર્યો હતો.
ફિલ્મ જગતમાં શંકર – જયકિશન એસ.જે. ના હુલામણા નામથી પ્રચલિત હતા. 70ના દાયકાના આરંભ સુધી સંગીતકારની આ જોડી સૌથી વધુ ફિલેનારી જોડી હતા. એસ.જે. એ શ્રેષ્ઠ ફિલ્મ સંગીતનો ફિલ્મફેર એવોર્ડ સતત 9 વર્ષ જીત્યો હતો. રાજકપૂરની પ્રથમ ફિલ્મ ‘આગ’ માં સંગીતકાર રામ ગાંગુલી ના સહાયક તરીકે કામ કર્યા બાદ 1949માં આર.કે. ની બીજી ફિલ્મ ‘બરસાત’માં સંગીત આપીને ‘બરસાત મે હમ સે મીલે તુમ સજન’ જેવા 9 હીટ ગીતો પ્રથમ ફિલ્મથી આપીને રેકોર્ડ બ્રેક કર્યો હતો. શંકર સારા તબલાવાદક અને જય કિશન હારમોનિયમના જાદુગર હતા. બન્નેના સંગત વડે સાત સુરોની સરગમ જ શ્રેષ્ઠ ગીતોની રચના બની જતી.
બરસાત ફિલ્મ તેઓ નવા સંગીતકાર અને ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરી હતા. તે બાદમાં ચારની શ્રેષ્ઠ ચોકડી જોડી બની હતી. જેને કારણે રાજકપૂરે બે દાયકા સુધી આ જોડી સાથે શ્રેષ્ઠ ફિલ્મો નિર્માણ કરી તેમાં શ્રી4ર0, આવારા, આહ, બરસાત, ચોરી ચોરી, મેરા નામ જોકર જેવી હીટ ફિલ્મોનો સમાવેશ થાય છે. 1પ ઓકટોબર 1922 ના હૈદરાબાદમાં જન્મેલ શંકર રઘુવંશી આરંભમાં તબલા વગાડતા – નાટકોમાં કામની સાથે પૃથ્વી થિયેટરમાં જોડાયા સાથે હુશ્નલાલ – ભગતરામ જ એ જમાનાની સુંદર સંગીતકાર જોડી હતી તેના સહાયક તરીકે કામ કર્યુ હતું. હુશ્નલાલ – ભગવતરામ ભારતની પ્રથમ સંગીતકાર જોડી હતી. આ ગાળામાં ગુજરાતી નિર્દેશક ચંદ્રવદન ભટ્ટે વચન આપ્યું કે તેઓ ફિલ્મ બનાવશે ત્યારે તેમને તક આપશે. આ ઓફીસમાં જયકિશન પણ કામની શોધમાં ચકકર લગાવતા હતા. એકવાર શંકરે જયકિશન સાથે વાત કરી ત્યારે તેના સંગીત શોખ વિશે જાથ થઇ હતી.
બાદમાં શંકરે જયકિશનને પૃથ્વી થિયેટરમાં જોડાવાની વાત કરતાં પૃથ્વી રાજકપૂર સાથે મુલાકાત કરાવી ત્યારે રાજકપૂરે પોતે પણ ફિલ્મ નિર્માણ કરવાનો શોખ રાખતાં હતા. પૃથ્વીથિયેટરનું સંગીતનું કામ સંગીતકાર રામ ગાંગુલી સંભાળતા હતા. રાજકુરની પ્રથમ ફિલ્મ ‘આગ’ માં તેમનું જ સંગીત હતું. જો કે આર.કે. ની બીજી ફિલ્મ ‘બરસાત’ વખતે રાજકપુર અને રામ ગાંગુલીને વાંધો પડતા તેમના જ સહાયકો શંકર અને જયકિશનને સંગીતકારની જવાબદારી સોંપી જે એસ.જે. શ્રેષ્ઠ નિભાવીને પોતે અને ફિલ્મને બન્નેને અમર બનાવી દીધા હતા.
પ્રારંભથી શંકર અને જયકિશન પાકકા મિત્ર હતા. આ દોસ્તી જીવનનાં અંત સુધી નિભાવી હતી. એ જમાનામાં આ બન્નેને ‘રામ-લક્ષ્મણ’ની જોડી તરીકે સૌ સંબોધતા હતા. રાજકપુર, ગીતકાર શૈલેન્દ્ર – હસરત જયપુરી અને શંકર જયકિશનની આજોડી સતત ર0 વર્ષ સુધી બોલીવુડના ટોચના સ્થાને બિરાજીને રાજ કર્યુ. પહેલી ફિલ્મ ‘બરસાત’થી સંગીતકાર શંકર-જયકિશનને બીજી બે શરુઆત કરી જેમાં ફિલ્મનું નામ શિર્ષક ગીતમાં આવે અને ફિલ્મી કેબ્રેની શરુઆત કરી ‘પતલી કમર હે તીરજી નજર હૈ’ બોલીવુડનું પ્રથમ કેબ્રે સોંગ ગણાય છે. ત્યારબાદ શંકર – જયકિશને હિન્દી ફિલ્મોની સફળતાનો ઇતિહાસ રચ્યો હતો. તેમના સમયની શરુઆત બાદ પાંચ વર્ષ પછી ‘ફિલ્મ ફેર’ એવોર્ડ આપવાની શરુઆત થઇ જેમાં 1974 સુધીમાં સંગીતના ઇતિહાસનાં સૌથી વધુ ફિલ્મ ફેર 9 વખત જીત્યા હતા.
શંકર જયકિશનના ટોપ-10 શીર્ષક ગીતોમાં બરસાત મેં હમ સે મીલે તુમ, આવાર હું, હોઠો પે સચ્ચાઇ રહતી હૈ, સબ કુછ શીખા હમને, દિલ તેરા દિવાના હેસનમ, દિલ અપના ઔર પ્રિત પરાઇ, ચાહે મુ જે કોઇ જંગલી કહે, જહાં મે જાતી હું, દિલ એક મંદિર હૈ, પૈસે કી પહચાન યહાઁ જેવા ખુબ જ સફળ ગીતો હતા જે આજે પણ સુપર ડુપર હીટ છે.
જયકિશન આપણાં ગુજરાતના વાંસદા ગામમાં રહેતા 1947-48માં પૃથ્વી રાજકપુર તેમના નાટકો લઇ અમદાવાદ આવ્યા હતા. પુરૂષોતમ મિલ કમ્પાઉન્ડમાં નાટકો ભજવાતાને શંકર અને જયકિશન સાજીંદા તરીકે કામ કરતાં હતા. રાજકપુર અને પ્રેમનાથ પણ સાથે આવ્યા હતા. સાકલ લઇને ફરવા જતાં બહુ જ વરસાદ પડતાં બધા વરસાદથી બચવા પલંગ નીચે ભરાયા બાદ અચાનક શંકર અને જયકિશનને તપેલી અને ખાલી ડબ્બા ઉપર તાક ધીનાધીન કરતાં રાજકપૂરે બરસાત માટેનું તૈયાર કરેલ ગીત ગાતા બન્ને તાલ આપવા માંડતા ‘બરસાત’ ફિલ્મની ધુન બની હતી. શંકર – જયકિશનને એક વાર છ કલાકનો નોન સ્ટોપ સંગીત શો કર્યો હતો. જેમાં 60 સાજીંદા, 14 ગાયકો, રર કોરસ ગાયકો, પ સંચાલકો 2300 પ્રેક્ષકોમાં 40 શ્રેષ્ઠ ગીતોનો કાર્યક્રમ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. કાર્યક્રમ બાદ એસ.જે. ને સૌ સલામ કરતા હતા. મેરા નામ જોકર ફિલ્મનું પાર્શ્ર્વ સંગીત માત્ર દિવસમાં તૈયાર કર્યુ હતું. અને આ ફિલ્મ પ્રથમ હતી કે જેના બેક ગ્રાઉન્ડ મ્યુઝિકની એલ.પી. બહાર પડી હતી.
સંગીતકાર શંકર જયકિશન સાથે તેના સહાયકોમાં રિધમિસ્ટ દત્તારામ અને મેલડીમાં એમને સેબેસ્ટીયન ડિસોઝા જેવા શ્રેષ્ઠ સહાયકો મળ્યા હતા. તેમણે વાયોલીન ગ્રુપ, એકોર્ડિયન, મેન્ડોલીન સિતાર, સરોદ પિયાનો જેવા અનેક વાદ્યોનો ગીતોની તર્જમાં ઉપયોગ કરીને બોલીવુડના ‘ગોલ્ડન એરા’ ના શ્રેષ્ઠત્તમ ગીતોનું સર્જન કર્યુ હતું. લોક સંગીત, શાસ્ત્રીય સંગીત અને પશ્ર્ચિમી સંગીત તથા વાદ્યોના અદભૂત ઉપયોગ, કાઉન્ટર મેલડી, પ્રિ-લ્યુડ અને ઇન્ટર લ્યુડ મ્યુઝિક અને અનબીલીવેબલ ઓરકેસ્ટ્રાના કારણે શંકર જયકિશનનું સંગીત અમર થઇ ગયું છે. તેમના નામથી અમદાવાદમાં ફાઉન્ડેશન ચાલે છે જે તેના સંગીતને સમગ્ર દેશમાં મ્યુઝિકલ ઇવેન્ટ યોજી તે એમના સંગીત પ્રેમીઓ- જુના ગીતોના ચાહકોના હ્રદયને પ્રફુલ્લીત કરે છે. ‘બોબી’ માટે રાજકપૂરે લક્ષ્મીકાંત – પ્યારેલાલ ને સાઇન કર્યા ત્યારે શંકર ખુબ જ નારાજ થયેલા હતા જો કે આવારાની ટયુન બોબી ફિલ્મમાં ઘણી વાર સાંભવવા મળે છે.
પ્રસાદ પ્રોડકશનની સસુરાલ અને છોટી બહન બાદ તેની ફિલ્મોમાં શંકર જયકિશનને ન લીધા તેવી જ રીતે બ્રહ્મચારી અને અંદાજ ફિલ્મ જી.પી. સિપ્પીએ ન લીધા હતા. ગીતકાર શૈલેન્દ્રના 90 ટકા ઉપરના ગીતો શંકરની રચનાઓ હતી. રાજકપુરના ફેવરીટ રાગ ભૈરવી અને શિવરંજની આધારીત અવિસ્મરણીય ગીતો શંકર – જયકિશનને બનાવ્યા હતા.
એસ.જે. ના સંગીતની સૌથી વિશેષતા એ હતી કે તેમના ગીતોનું ચાઇનીઝ, રશિયન, જર્મન અને અરબી ભાષામાં ટ્રાન્સલેટ કરીને તેમના દેશોમાં ગીતો વાગતા ‘આવારા હું’ ફિલ્મનું ટાઇટલ સોંગ આખા વિશ્ર્વમાં જાણીતું થયું હતું. શંકર જયકિશને લતા – રફી – મુકેશ – મન્નાડે – શારદા જેવા અનેક ગાયકો સાથે કામ કરીને બોલીવુડ જગતનાં શ્રેષ્ઠ ગીતોની રચના કરી ને અમર થઇ ગયા હતા.
માત્ર 41 વર્ષે જયકિશનનું અવસાન થયું
જયકિશનના અવસાન બાદ સતત 16 વર્ષ સુધી શંકરે (એસ.જે.) જાુના બેનર તળે જ સંગીત ધબકતું એકલા હાથે રાખ્યા બાદ 1987માં શંકરના અવસાન બાદ સંગીતની દુનિયાનો શ્રેષ્ઠ ગીતોનો સુહજ આથમી ગયો હતો. હિન્દી ફિલ્મ જગતની પ્રથમ જોડી હુશ્નલાલ ભગતરામ બાદ ઘણી જોડી એ સંગીત આપ્યું પણ શંકર જયકિશનની જોડી એક માઇલ સ્ટોન સમી સાથે તેના સુંદર ગીતોને કારણે સદા અમર થઇ ગઇ
શંકર જયકિશનની સફળ ફિલ્મો
- બરસાત
- આવારા
- આહ
- નગીના
- પતીતા
- શ્રી4ર0
- ચોરી ચોરી
- બસંત બહાર
- રાજહક
- યહુદી
- અનાડી
- ઉજાલા
- કનૈયા
- જીસ દેશ મે ગંગા બહતી હૈ
- જંગલી
- સસુરાલ
- પ્રોફેસર
- આશિક
- સંગમ
- આરજુ
- આમ્રપાલી
- તીસરી કસમ
- બ્રહ્મચારી
- ઇન ઇવનીંગ ઇન પેરીસ
- મેરા નામ જોકર