તા.4 થી 14 મે સુધી યોજાશે સમર કેમ્પ
સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે છેલ્લા 25 વર્ષથી સમર ટ્રેનિંગ કલાસીસ નું આયોજન કરતા આવે છે. આ વર્ષે પણ ટોકન ચાર્જ ફક્ત રૂપિયા 100/- 11 દિવસનો ચાર્જ રહેશે. સમર કેમ્પ તા. 04/05/23 થી 14/05/23 સુધી ચાલશે. આ સમર ટ્રેનીંગ કલાસીસ 11 દિવસ માટે સાંજે 5.00 થી 7.00 કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક ખાતે યોજાશે.
આ માટેના ફોમ આપવાનું શરૂ થઇ ગયું છે. આ કલાસીસમાં કુલ 32 વિષય શીખવવામાં આવશે, તમામ ટીચર્સ નિષ્ણાંત અને જાણકાર લેડીઝ ટીચર રહેશે. આ પ્રમાણે વિષય રહેશે. 1. બ્યુટી કેર અને હાર્બર બ્યુટી 2. ગ્લાસ્સ, નિબ અને ગ્લેઝ પેઈન્ટીગ અને વોલ કલોક મેકિંગ 3. મહેંદી (અરેબિક્સ, ટ્રેડીશનલ) 4. હેરકટ, હેર સ્ટાયલ, મેકઅપ 5. ફેશન ડીઝાઈનીંગ 6. સ્પોકન ઈંગ્લીશ 7. કેન્ડલ મેકિંગ 8. ફ્લાવર મેકિંગ 9. દોરી તથા સુતળીના શોપીસ 10. સોફ્ટ ટોયઝ તથા મઢ મિરર 11. ટાઈ એન્ડ ડાઈ, હેન્ડ એમ્બ્રોડરી, બાટિક પ્રિન્ટ, ફેબ્રિક પેઇન્ટિંગ 12. પર્સનાલીટી ડેવલોપમેન્ટ 13. ફોક ડાન્સ 14. દાંડિયા રાસના સ્ટેપ્સ 15. કુકિંગ 16. મોતીના દાગીના તથા બોર્ડર 17. મચી વર્ક (ટીકી ભરતકામ) 18. આઈસ્ક્રીમ, સરબત, કેક 19. પેપર ક્વિલીંગ, રીબીન વર્ક 20. ગ્રિટીગ્સ, લગ્નમાં વપરાતી વસ્તુઓ, નો શણગાર તથા વેસ્ટમાંથી બેસ્ટ 21. લામાશા વર્ક 22. રેશમ થ્રેડ ઓર્નામેન્ટ્સ જવેલરી મેકિંગ 23. અંકોડી વર્ક (એક સુયાનું વર્ક) 24. કિચન ગાર્ડનીંગ 25. કિશન મેકિંગ 26. કોડીના દાગીના અને ફેન્સી શોપીસ 27. સિરામિક ફેબ્રિક પેઇન્ટિંગ કોલોઝ 28. ફ્લાવર મેકિંગ ફેન્સી શોપીસ 29. કેલીગ્રાફ 30. ચોકલેટ મેકિંગ 31. સાબુ બનાવવાની રીત 32. જીન્સ, પેન્ટ માંથી વિવિધ વસ્તુઓ આ મુજબના વિષયો રહેશે.આ સમર ટ્રેનીંગ ક્લાસને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા સહિતના લેડીઝ કલબના 60 કમિટી મેમ્બર ઝહેમત ઉઠાવી રહ્યા છે.
ફોર્મ ભરવાના સ્થળ
- સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી – મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર, રાજકોટ
- સરગમ કલબ – સરગમ કલબ જાગનાથ મંદિર ચોક, રાજકોટ
- સરગમ મહિલા લાયબ્રેરી – આમ્રપાલી રોડ, પોલીસ ચોકી ઉપર, રાજકોટ
- સમગ્ર ભવન – જામ ટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલની સામે ફોર્મ મેળવવા અને ભરવા માટેનો સમય સવારના 10 થી 1 અને બપોરના 4 થી 7 સુધીનો રહેશે.