ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરી: 1720 દર્દીઓએ લીધો લાભ
ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે રાજકોટને સામાજિક સેવાનું હબ બનાવવામાં મહત્વનો ફાળો છે . તેમણે કહ્યું હતું કે સરગમ કલબ અને તેના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સૌના સુખે સુખી અને સૌના દુ:ખે દુ : ખી રહે છે અને ઘણા વર્ષોથી સમાજ સેવા કરે છે . સરગમ ક્લબ , સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) અને અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા તેઓએ આ મુજબ જણાવ્યું હતું . સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કેમ્પનો લાભ 1720 જેટલા દર્દીઓએ લીધો હતો .
આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુણવંતભાઈ ડેલાવાળા જો રાજકારણમાં આવ્યા હોત તો એક સફળ રાજકારણી થયા હોત પરંતુ તેમણે સમાજસેવાનો ભેખ લીધો છે અને અવિરતપણે સેવા કાર્યો કરી રહ્યા છે .
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે રાજકોટમાં અનેક સંસ્થાઓ દ્વારા નિદાન કેમ્પ કરવામાં આવે છે પરંતુ સરગમ ક્લબ દ્વારા યોજાતો આ સર્વે રોગ નિદાન કેમ્પ અનેક લોકો માટે લાભદાયી પુરવાર થાય છે . ઉદ્યોગપતિ કમલન સોજીત્રાએ પણ કહ્યું હતું કે આ કેમ દ્વારા સરગમ ક્લબ દરિદ્ર નારાયણની ખરા અર્થમાં સેવા કરે છે.
આ કાર્યક્રમના પ્રારંભે ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌનું સ્વાગત કર્યું હતું અને કેમ્પ વિશે માહિતી આપી હતી . જ્યારે સ્વાગત પ્રવચન ડો.રાજેશ તૈલીએ કર્યું હતું . આ કાર્યક્રમમાં મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાંતભાઈ શેઠ દ્વારા વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુણવંતભાઈ ડેલાવાળાનું શાલ ઓઢાડીને સન્માન પણ કરાયું હતું . આભાર વિધિ ડો.અમિત હપાણીએ કરી હતી . જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય કામદારે કર્યું હતું .
આ સર્વ નિદાન કેમ્પમાં 1720 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમાં 107 દર્દીઓના લેબોરેટરી ટેસ્ટિંગ , 35 ના એક્સરે અને સોનોગ્રાફીના 34 દર્દીઓ હતા . 390 લોકોને ચશ્માની જોડી પણ આપવામાં આવી હતી . આ સિવાય તમામ દર્દીઓને દસ દિવસની વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી.આ કેમ્પ માં રાજકોટ નાં નામાંકિત 90 ડોક્ટર એ સેવા આપેલ.
આ પ્રસંગે ગુણવંતભાઈ ડેલાવાળા ને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ગુજરાત રાજ્ય ના મંત્રી અરવિંદભાઈ રૈયાણી , મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા , રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી , ડો . વલ્લભભાઇ કથીરીયા , પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અશોકભાઈ ડાંગર , મહેશભાઈ રાજપુત , ઉદ્યોગપતિ નટુભાઈ ઉકાણી , આરડી ચેરીટેબલ ટ્રસ્ટના રાકેશભાઈ પોપટ , લલિતભાઈ રામાંજીયાણી , પ્રભુદાસભાઈ પારેખ , શ્રી ખોડીદાસભાઈ પટેલ જીતુભાઈ ચંદારાણા હેતલભાઈ રાજ્યગુરુ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ પટેલ સરગમ સેવાકીય પ્રવૃત્તિ નાં ચેરમેન ડો.રાજેશભાઈ તૈલી , ડો . પારસભાઈ શાહ , ડો , અમિતભાઈ હપાણી , ડો , રશ્મિભાઈ ઉપાધ્યાય ડો , દર્શીતાબેન શાહ તેમજ જયસુખભાઈ ડાભી , મનમોહનભાઈ પનારા , સુનીલભાઈ દેત્રોજા , કનૈયાલાલ ગજેરા , ભરતભાઈ સોલંકી , રાજેન્દ્રભાઈ શેઠ , રમેશભાઈ અક્બરી , મનસુખભાઈ ધંધુકિયા , ગુણવંતભાઈ ભટ્ટ , ઘનશ્યામભાઈ પરસાણા , જગદીશભાઈ કિયાડા , અલ્કાબેન કામદાર , ગીતાબેન હિરાણી , છાયાબેન દવે , અલ્કાબેન ધામેલિયા , કૈલાશબેન વાળા , દેવાંશીબેન શેઠ , વગેરેએ જહેમત ઉઠાવી હતી.
સૌરાષ્ટ્રભરનાં અઢી હજારથી વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લેતા હોય છે: ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ કલબ)
સરગમ ક્લબ છેલ્લા 25 વર્ષથી મારા જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજે છે એમાં રાજકોટના 90 જેટલા નામાંકિત ડોક્ટરો વિનામૂલ્ય સેવા આપે છે કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને દસ દિવસ માટે દવા તેમજ કાર્ડિયોગ્રામ સોનોગ્રાફી એક્સરે લેબોરેટરી વગેરે વિનામૂલ્યે કરી આપવામાં આવે છે રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના ઓપરેશન તથા સરગમ ક્લબ દ્વારા વિનામૂલ્ય ચશ્મા વિતરણ કરવામાં આવે છે સૌરાષ્ટ્ર ભરના અઢી હજાર જેટલા દર્દીઓ આ કેમ્પનો લાભ લે છે તથા છેલ્લા 25 વર્ષથી કોટક સ્કુલ દ્વારા આ કેમ્પ માટે વિનામૂલયે જગ્યા ફાળવામાં આવતી હોય છે.
સરગમ ક્લબનો પર્યાય એટલે ગુણવંતભાઈ ડેલાવાળા: વિજયભાઈ રૂપાણી
સરગમ ક્લબ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુણવંતભાઈ ના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે, ગુણોભાઈએ ખૂબ રાજકોટની અને સમાજની સેવા કરી છે હું તેમને શુભેચ્છા પાઠવું છું કે સેવાના કાર્યો કરી ખૂબ જ આગળ આવે આજના સમયમાં દવા તેમજ નિદાનખૂબ જ મોંઘો થયો છે ત્યારે દવા તેમજ નિદાન ફ્રીમાં આપીને રાજકોટના લોકો માટે ખૂબ સારું એવું સેવા કાર્ય આ કેમ્પમાં થઈ રહ્યું છે