કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા મેગા કેમ્પનો ૧૬૪૦ દર્દીઓએ લાભ લીધો
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે સૌરાષ્ટ્રભરના ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ રવિવારે કોટક સ્કુલ ગ્રાઉન્ડમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેનો સોળસો ૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પના ઉદ્ઘાટક રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયા એ કહ્યું હતું કે સરગમ ક્લબએ આ પ્રકારનો સર્વ રોગ નિદાન કેમ્પ યોજીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. સરગમ ક્લબ એ આ કેમ્પમાં આવનારા દર્દી નારાયણની આંતરડી પણ ઠારી છે. મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય એ પણ કહ્યું હતું કે હું વર્ષોી સર ગમી સેવા કાર્યો ની સાક્ષી રહી છું સેવાનું એક પણ ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં સરગમ ક્લબ એ લોકોની જરૂરિયાતો પૂરી ના કરી હોય તેમણે આ માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને તમામ કમીટી મેમ્બરને અભિનંદન આપ્યા હતા
આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીએ પણ સરગમ કલબને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે આજે જ્યારે તબીબી સારવાર મોંઘી બની છે ત્યારે આ પ્રકારનો સર્વરોગ નિદાન કેમ્પ ગરીબ દર્દીઓ માટે ઘણો લાભદાયી પુરવાર ાય છે. આ જ રીતે મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠે પણ કેમ્પ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સેવાભાવી સિર્દ્ધાભાઈ પટેલ, મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાંતભાઇ શેઠ, રાજકોટ કેળવણી મંડળના નવીનભાઈ ઠક્કર, ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના ડો.ચેતન લાલચેતા, અમેરિકાી આવેલા સ્નેહલભાઈ ગોસલીયા, શેઠ બિલ્ડર્સના મુકેશભાઈ શેઠ, પટેલ બ્રાસના રમેશભાઈ પટેલ ,અમીધારા ડેવલોપરના જીતુભાઈ બેનાણી, ડોક્ટર પંપના પરસોતમભાઈ કમાણી, એલ.આઇ.સી ના છગનભાઈ ગઢીયા , ફિલ્ડ માર્શલ ના અરવિંદભાઈ પટેલ , જે.પી. સ્ટ્રક્ચરના જગદીશભાઈ ડોબરીયા, પરસાણા ફાઉન્ડ્રીના શંભુભાઈ પરસાણા , શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગર, ઉદ્યોગપતિ નરેશભાઈ લોટીયા, આર.ડી. ગ્રુપના રાકેશભાઈ પોપટ , ટર્બો બેરિંગના જીતુભાઈ પટેલ , ઉદ્યોગપતિ લલીતભાઈ રામજીયાણી, સન ફોર્જના નાાભાઈ કાલરીયા, ઉદ્યોગપતિ યજ્ઞેશભાઇ પટેલ, એમ જે સોલંકી બિલ્ડર્સ સુજીતભાઈ ઉદાણી, મારવાડી યુનિવર્સિટીના જીતુભાઈ ચંદારાણા, આર કે યુનિવર્સિટીના શિવલાલભાઈ રામાણી, મુરદાસ નરભેરામ ટ્રસ્ટના હરેશભાઈ મહેતા અનંતભાઈ ઉનડકટ ,વિક્રમ વાલ્વના વિક્રમભાઈ જૈન, અગ્રણી બિલ્ડર બીશુભાઈ વાળા ઇગલ ટ્રાવેલના દિનેશભાઈ ગોળવાળા, બિલ્ડર ભુપતભાઈ બોદર, દીપકભાઈ રાજાણી, જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે. સખિયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કુંદનબેન રાજાણી, તરલાબેન રસિકભાઈ મહેતા, કાંતાબેન કીરિયા, જૈન સોશ્યલ ગ્રુપ ના જયેશભાઈ વસા, જૈન અગ્રણી હરેશભાઈ વોરા,ચંદ્રિકાબેન ધામેલીયા સહિતના અનેક આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા
આ સર્વ રોગ નિદાન કેમ્પને કમાણી ફાઉન્ડેશન પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ, જે.વી. શેઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને અશોક ગોંધીયા ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત યો હતો. આ કેમ્પ માટે કોટક સ્કૂલનું મેદાન રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઈ ઠક્કર તરફી વિનામૂલ્યે મળ્યું હતું. આ કેમ્પમાં આંખના ઓપરેશન રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવ્યા હતા, ચશ્માના દાતા અમેરિકાી ખાસ આવેલા સ્નેહલભાઈ ગોસલીયા બન્યા હતા. દવા આણંદ સ્તિ એલેક્સ ફાર્મા કંપની તરફી પૂરી પાડવામાં આવી હતી .બાન લેબ કંપનીએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો.
આ કેમ્પનો લાભ ૧૬૪૦ દર્દીઓએ લીધો હતો. ૪૩૦ દર્દીઓને ચશ્મા આપવામાં આવ્યા હતા.૧૨૫ દર્દીઓના લેબોરેટરી ટેસ્ટીંગ યા હતા. ૭૫ દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવી હતી. ૪૦ દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતા.જ્યારે ૯૦ દર્દીઓના એક્સ રે કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં શહેરના ૮૫ જેટલા ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં આવનારા તમામ દર્દીઓને ચેક અપ,દવા, એક્સ-રે, કાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી, લેબોરેટરી , ચશ્મા સહિતની વસ્તુઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી દર્દીઓને ચા-પાણી પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા,
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન ડો.રાજેશભાઈ તૈલીએ કર્યું હતું આ કેમ્પ વિશેની તમામ માહિતી સરગમ કલબના પ્રમુખ ગોવિંદભાઈ ડેલાવાળા આપી હતી જ્યારે આભાર વિધિ ડો.ચંદાબેન શાહે કરી હતી.
આ સમગ્ર કેમ્પ માટે ડો.રાજેશ તૈલી, ડો. પારસ શાહ , ડોક્ટર અમિત હાપાણી, ડો. નવલ શીલુ ડો. રશ્મિભાઈ ઉપાધ્યાય અને ડો.પ્રફુલભાઈ શાહે સંભાળી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ ડોક્ટર ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, સુધાબેન ભાયા, જસુમતીબેન વસાણી, જયશ્રીબેન રાવલ, ભાવનાબેન ધનેશા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ભાવનાબેન મહેતા ,ચેતનાબેન સવજાણી ,અલકાબેન ધામેલીયા, જયસુખભાઇ ડાભી ,કનૈયાલાલ ગજેરા, મનમોહન પનારા, દીપક શાહ, ભરતભાઈ સોલંકી , ઘનશ્યામ પરસાણા, રાજેન્દ્ર શેઠ, મનસુખભાઇ ધંધુકિયા , કૌશિકભાઈ સોલંકી, જહેમત ઉઠાવી હતી.