ટેસ્ટ ટીમમાં દ્વાર ખખડાવતો સરફરાઝ કે જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રનોના ઢગલા કરી રહ્યો છે
યુવા ક્રિકેટર સરફરાઝ ખાન હાલમાં રણજી ટ્રોફીમાં તેના ધમાકેદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ ટેસ્ટ ટીમના સિલેક્શન સમયે ભારતીય સિલેક્ટરર્સે તેને નજરઅંદાજ કર્યો હતો. તેના સારા પ્રદર્શનને જોયા બાદ પણ તેને ભારતીય ટીમ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, અને હવે શ્રીલંકા સિરીઝમાં ટીમમાં સામેલ ન થયેલ સરફરાઝે વધુ એક સદી ફટકારી છે.જેથી તેના સમર્થનમાં અનેક ટ્વિટ પણ થઈ હતી. જોકે, આ ટીમમાં પસંદ ન થવાની વાત પર દુખી થવાને બદલે તેણે વધુ એક સદી ફટકારી દીધી છે. ટેસ્ટ ટીમમાં દ્વાર ખખડાવતો સરફરાઝ કે જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રનોના ઢગલા કરી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં એવા ઘણા ખેલાડીઓ થઈ ગયા છે કે જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રનોના ઢગલા કર્યા હોય, પણ તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન નથી મળ્યું. તેમની ક્રિકેટ કારકિર્દી ડોમેસ્ટિક મેચો રમીને જ પૂરી થઈ ગઈ.
સરફરાઝે દિલ્હી સામેની રણજી મેચના પહેલા દિવસે સદી ફટકારી હતી અને ત્યાર બાદ તેની હરકતો જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ભારતીય પસંદગીકારોને તેમની ભૂલનો અહેસાસ કરાવી રહ્યો છે. તેમના માટે એક સંદેશ છોડીને, તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તમે મને પસંદ કરો કે ન કરો, સદી અટકવાની નથી. સરફરાઝ ખાનના કોચે તેની આ સદી પર તેને ખાસ સલામી પણ આપી હતી.
મુંબઈના આ યુવા બેટ્સમેનની રણજી ટ્રોફીમાં આ સિઝનની આ ત્રીજી સદી છે, જેના કારણે તેણે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈની ટીમ પ્રથમ દિવસની રમત પૂરી થાય તે પહેલા પ્રથમ દાવમાં 293 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સરફરાઝ ખાનના 125 રન તેની ઇનિંગની ખાસિયત રહી હતી.