અજિંક્ય રહાણેએ 129 રન બનાવ્યા: પ્રથમ રણજી મેચમાં સૌરાષ્ટ્ર માટે મોટો પડકાર

 

અબતક,રાજકોટ

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી મેચમાં સૌરાષ્ટ્ર સામે મુંબઇની ટીમે 544 રનનો તોતીંગ જુમલો ખડક્યો છે. આઇપીએલ સ્ટાર સરફરાઝ ખાને આક્રમણ 275 રન ફટકાર્યા હતા. મુંબઇના સુકાનીએ 544/7ના સ્કોરે પ્રથમ દાવ ડિક્લેર જાહેર કર્યો હતો. બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે નવ ઓવરના અંતે વિના વિકેટે 18 રન બનાવી લીધા છે. પ્રથમ રણજી મેચમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન સૌરાષ્ટ્ર મહાકાય જુમલાના દબાણ હેઠળ આવી ગયુ છે.

17મીથી રણજી ટ્રોફી-2021-22નો આરંભ થયો છે. એલીટ ગૃપ-ડીની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી મેચમાં મુંબઇના સુકાની પૃથ્વી શોએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસના અંતે મુંબઇએ 3 વિકેટના અંતે 263 રન બનાવ્યા હતા.

બીજી દિવસે મુંબઇના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાન આર્કષણનું કેન્દ્ર રહ્યો હતો. સરફરાઝે 7 સિક્સર અને 30 ચોગ્ગાની મદદથી 275 રન ફટકાર્યા હતા. મુંબઇના સુકાનીએ 544/7 ના સ્કોરે પોતાની પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે વિના વિકેટે 18 રન બનાવી લીધા છે. ઓપનર હાર્વિક દેસાઇ 6 રન અને સ્નેલ પટેલ 11 રન બનાવી રમતમાં છે. ડિફેન્ડીંગ ચેમ્પિયન્સ સૌરાષ્ટ્ર માટે પ્રથમ મેચમાં જ પડકાર ઉભો થયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.