Abtak Media Google News

શહેરના ભાગોળે આવેલા સરધાર ગામે  પ્રેમિકા સાથે રકઝક થતાં પરપ્રાંતિય યુવકે ચાલુ વીડિયો કોલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રેમિકા સાથે થયેલી માથાકૂટમાં વિપ્ર યુવક ફાંસો ખાઇ કર્યો આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિહારનો અને કર્મકાંડ કરી સરધાર ગામે રહેતા ગોવિંદભાઈ લલ્લુભાઈ તિવારી નામના 22 વર્ષીય યુવકે ચાલુ વીડિયો કોલમાં પંખામાં સાલ બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક બે વર્ષથી  સરધાર રહી  ગો2 પદુ કરતા હતા અને મૃતક યુવક ગોવિંદનેને યુપીની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો .ગઈ રાત્રિએ 1 વાગ્યાના સુમારે  પ્રેમિકાના સાથેના  વિડિયો કોલમાં  વાતચીત દરમિયાન મનમેળ થતાં યુવકે ચાલુ વીડિયો કોલ દરમીયાન ગળાફાંસો ખાઈ લીધો હતો.યુવતીની નાની બહેનને યુવક ગોવિંદના મિત્રને ફોન કરી બનાવની જાણ કરતા યુવકના મિત્રએ ગોવિંદના ઘરે તપાસતાં યુવક ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવતા સ્તબ્ધ બની ગયો હતો અને તેને 108 ને જાણ કરી હતી.108 ના તબીબે યુવકને મરણ જાહેર કરતા પરપ્રાંતીય પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.