રૂ.૨,૯૮૯ કરોડના ખર્ચે લોખંડી પુરૂષની પ્રતિમાનું નિર્માણ

વર્ષ ૨૦૧૫થી ચાલી રહ્યો છે આ પ્રોજેકટ

ભારતના લોખંડી પુરૂષ, ગુજરાતની શાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓકટોબરના રોજ તેમની સુઝ બુજ અને ઉલ્લેખનીય કામગીરી, દેશભક્તિની મિસાલ બનવા બદલ તેમને જન્મજયંતિના દિવસે તેમની વિશ્ર્વની સૌથી ઉંચી મુર્તિ “સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લુ મુકવામાં આવશે. આ સ્ટેચ્યુ છેલ્લા ઘણા વર્ષોથી બની રહી છે. ત્યારે હવે નવા વર્ષે ૨૦૧૮માં તેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓકટોબર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને પૂર્ણ કરવાની ડેડલાઈન આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી લોખંડી પુ‚ષને એક સાચા અર્થમાં ટ્રીબ્યુટ રહેશે. આ પ્રોજેકટ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત દેખરેખમાં તૈયાર થઈ રહ્યું છે. આ સ્ટેચ્યુ સરદાર સરોવર ડેમ પાસે કેવડીયા કોલોનીમાં બનાવામાં આવી રહ્યું છે. જેની કામગીરી અંદાજે ૭૦ ટકા જેટલી સમાપ્ત થઈ ચુકી છે. ત્યારે હવે આ પ્રોજેકટ તેના અંતિમ ચરણ તરફ પહોંચવા જઈ રહ્યું છે.

ત્યારે આ પ્રોજેકટની ગતિ વધારી દેવામાં આવી છે. તેનું આંતરિય તેમજ બ્રાહ્ય કામ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ પ્રતિમા એકદમ સીધી ટટાર અવસ્થામાં ઉભેલા લોખંડી પુરૂષ વલ્લભભાઈ પટેલની છે. જેમાં તેઓ પાછળ હાથ રાખી વિશ્રામની સ્થિતિમાં ઉભેલા નજરે પડશે તો તેમને શાલ પણ ઓઢાળવામાં આવી છે. આ પ્રોજેકટની કારીગરી બેનમુન કરવામાં આવી છે. રૂ.૨,૯૮૯ કરોડના પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શ‚આત વર્ષ ૨૦૧૫માં કરવામાં આવી હતી. ત્યારે આ વખતે ચાર વર્ષ બાદ આ પ્રોજેકટ તૈયાર થવાની કગાર પર પહોંચ્યો છે.

આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ૫,૬૦૦ સ્ટીલ, ૬૬ હજાર કોનક્રિએટ અને ૧૯૦૦ કાંસાથી બનાવવામાં આવી રહ્યું છે. તેનું બાંધકામ, પ્લેટફોર્મ અને સ્તંભો સહિત આ પ્રતિમાની લંબાઈ ૧૮૨ મીટર ઉંચી છે. જેમાં તાજેતરમાં જ કાંસાની પેનલ બનાવવામાં આવી છે. ચેરમેન એસ.એસ.રાઠોડ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ડાયરેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઈન્ચાર્જની ટીમે જણાવ્યું હતું કે, પ્રતિમા બનવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેના ચહેરા માટેના કામની શ‚આત કરવામાં આવશે.

આ પ્રોજેકટ ભારતને તેમજ ખાસ વડાપ્રધાન માટે મહત્વનો છે. રાઠોડે જણાવ્યું હતું કે, નિર્માણની કામગીરીમાં નીચેથી લઈને ઉપર સુધીની પ્રતિમાનું કામ સંપૂર્ણપણે તૈયાર થઈ ચુકયું છે. સરદાર સરોવર ડેમથી સ્ટેચ્યુ જવાનો બ્રિજ પણ બની ગયો છે. જલ્દી જ તેના માટે ટ્રાવેલેટર કરવામાં આવશે. પ્રોજેકટની કામગીરી અને ગતિ વિશે જણાવતા રાઠોડ કહે છે કે, એલિવેટરનું નિર્માણ ખૂબજ વિકાસથી થઈ રહ્યું છે અને ચાલુ જ છે. બ્રોન્ઝ પેનલનું કામ પણ કરી દેવામાં આવ્યું છે. તેમજ તેની સાથે જ છેલ્લુ ઈન્ટીરિયર વર્ક પૂર્ણ કરવામાં આવશે. ત્યારે આ પ્રતિમાના ઉદ્ઘાટન પણ વાજતે-ગાજતે પુરજોશથી કરવામાં આવશે. આ ઉપરાંત તેમની જન્મજયંતિ પર ઓડિયો તેમજ વિઝયુઅલ મ્યુઝિયમ ગેલેરી પણ બનાવવામાં આવી રહી છે. જેની કામગીરી વિકાસના ધોરણે છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરીત્રની ઝાંખી તેમજ તેમાં લેસર લાઈટ અને સાઉન્ડ શો અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. ઓકટોબર ૩૧ની ડેડલાઈનને ધ્યાનમાં રાખતા આ પ્રોજેકટના ઈન્ચાર્જની ટીમે તેની ગતિમાં વધારો કર્યો છે.

રાઠોડે જણાવ્યું હતું કે, આ પ્રતિમાને ઉપાડવી તેમજ તેમાં સૌથી અઘ‚ તેના સ્તંભના નિર્માણનું રહ્યું હતું. જેની ઉંચાઈ ૧૮૨ મીટરની છે. જો કે ફાઉન્ડેશનનું કામ લગભગ સમાપ્ત થઈ ગયું છે જે ૭૦ ટકા પૂર્ણ થઈ ચૂકયું છે. તેમજ વધારાની કામગીરી ૨૦૧૮ ઓકટોમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેને વડાપ્રધાન દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.