રાજકોટ સરદાર ધામ દ્વારા મહિલાદિન નિમિતે ખાસ મહિલાઓ આજના સમયમાં સશકત બને તે હેતુથી મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા મહિલાઓ આજના સમયમાં સક્ષમ અને પૂરૂષ સમોવડી બને તે હેતુથી મોટીવેસન્લ સ્પીચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં કાજલ ઔઝાવેધ દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરેશભાઈ ગજેરાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કેસરદારધામ અમદાવાદ દ્વારા વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે મહિલાઓ કેવી રીતે મજબુત થાય મહિલાઓ કેવી રીતે સશકત થાય એજયુકેશન તેમજ તમામ ક્ષેત્રે આગળવધે તે હેતુથી સરદારધામ મહિલા વિન્ગની શરૂઆત કરીએ છીએ આ કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈધ મહિલાઓની પ્રગતિ કેવી રીતે થાય તે માટેનું વકતવ્ય આપવામાં આવ્યું હતુ આખા રાજકોટના જુદા જુદા મહિલા સોશ્યલ ગ્રુપને એકઠા કરવાનું કામ સરદારધામના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. તથા બહેનો દ્વારા તલવાર રાસ ધારાબેન રાજાણી દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. આજની તારીખમાં પણ નિર્ભયા કાંડ જેવા કેસો થાય છે. મહિલાઓ સાથે અનેક અત્યાચારો થાય છે. તો ખાસ ૨૧મી સદીમાં બહેનો પુરૂષની સમોવડી બને જે અત્યાચારો મહિલાઓ ઉપર થાય છે. તે ઓછા થાય તેવી આશા છે.
મહેન્દ્રભાઈ ફળદુએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે વિશ્ર્વ મહિલાદિન નિમિતે સરદારધામની મહિલા ટીમ દ્વારા આવનારા સમયમાં તેમજ અત્યારે સારો સુંદર કાર્યો કરવામાં આવે તે માટે સમિષ્ટાબેનના અધ્યક્ષતા હેઠળ અલગ અલગ જીલ્લાઓની પ્રતિનિધિઓ અને ટીમો બનાવવામા આવી છે. જે સમાજ માટે ઉપયોગી બને જે સરદાર ધામની નેમ છે તે પૂર્ણ કરવા માટે ખૂબ ઉપયોગી બને છે.