પરા પીપળીયા પાસે ભારતીય સભ્યતાને જીવંત રાખવા પંજાબી યુવાનનો અનોખો પ્રયાસ
15 વર્ષની ઉંમર સુધીનું બાળક હનુમાન ચાલીસા બોલે, જપજી સાહેબનો પાઠ કરે કે કુરાનની આયાત બોલે તેને નિ:શૂલ્ક પંજાબી થાળી પ્રેમથી પીરસશે ગુરપ્રિતસિંઘ
ધર્મ-સંસ્કૃતિ અને પરંપરા જે – તે દેશની વિશિષ્ટ ઓળખ હોય છે. ભારતિય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા પર પશ્ચિમી દેશો અને તેની વૈચારિક શકિતએ આધિપત્ય જમાવ્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા અને તેને સુદ્રઢ બનાવવા પંજાબી ઢાબા રેસ્ટોરન્ટ ચલાવતા એક શિખ યુવાને પોતાના ઢાબા વ્યવસાય થકી એક નવનર કોન્સેપ્ટને જન્મ આપ્યો છે. રાજકોટ-જામનગર હાઇવે પર પરા પીપળીયા ગામની પાસે અને આદર્શ માર્બલની સામે ’સરદારજી દી હવેલી’ નામે ઢાબા રેસ્ટોરન્ટ ચલાવતા ગુરૂપ્રતસિંઘએ ભારતિય ધર્મ-સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવા કદાચિત સૌ પ્રથમ નવતર પહેલ શરૂ કરી છે.
એમના ઢાબા પર આવનાર 15 વર્ષ સુધીનાં કોઇ પણ બાળકને એમનાં ધર્મમાં પ્રચલીત શ્લોક, પદ, પાઠ, ચોપાઇ કે આયાત, કંઠસ્ય હશે તેમને પંજાબી થાળી નિ:શુલ્ક પ્રેમથી પીરાસશે. જેમ કે, કોઇ બાળક હનુમાન ચાલીસાનુ ગાન કરે, શિખ ધર્મનું બાળક જપજી સાહેબ કે ચોપાઇ સાહેબનુ ગાન કરે કે મુસ્લિમ સમાજનુ કોઇ બાળક કંઠસ્ય કરેલી કુરાનની આયાત બયાં કરે એમને 250 રૂપિયાના કિંમત વાળી પંજાબી થાળી નિ:શુલ્ક પીરસશે.
આ ઉપરાંત એક જાન્યુઆરીથી કોઇપણ ધર્મની યુવતી – ક્ધયા માથે ચુન્ની ઓઢીને ઢાબામાં જમવા આવશે તેનુ સ્વાગત બે ગુલાબ જાંબુથી કરવામાં આવશે. 25 ડિસેમ્બરે ક્રિસમસનાં દિવસે સાંતાક્લોઝનાં પહેરવેશમાં આવતા બાળકો-યુવાનોને ઢાબામાં પ્રવેશ નિષેધ રાખવામાં આવ્યો છે તેનાં બદલે ભારતીય સંસ્કૃતિ-પરંપરા મુજબનાં પહેરવેશ સાથે પ્રવેશતા બાળકોને ફ્રી માં જમવાનું આપવામાં આવશે. જેમ કે દેશી પાઘડી સાથે પ્રવેશતા બાળકોને પંજાબી થાળી પ્રેમથી નિ:શુલ્ક પિરસવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે “સરદારજી દી હવેલી” ઢાબામાં બનતી તમામ ખાદ્ય સામગ્રીમાં જાતે તૈયાર કરેલા શુધ્ધ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં કોઇપણ પ્રકારનો સિન્થેટિક કલર કે આજીનો મોટો જેવા ધીમા ઝેર સમાન કૃત્રિમ રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. આથી જ ખાસ કરીને આ ઢાબાની દાલ મખની અને પનીર રજવાડી જેવી ડીશ આરોગવા લોકોની કતાર લાગે છે.
ઢાબા સંચાલક ગુરૂપ્રીતસીંઘ પોતાનાં શિખ ધર્મ ઉપરાંત દરેક ધર્મ-સંસ્કૃતિનુ સન્માન વધે, બાળકો યુવાનોમાં ધર્મ થકી સંસ્કાર સિંચન થાય એવા પ્રયાસો વર્ષોથી કરતા આવ્યા છે. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિ અને ત્યાની સભ્યાએ દેશની યુવા પેઢી પર કબ્જો જમાવ્યો છે તેનાથી તેઓ અત્યંત ખિન્ન છે. આથી જ પોતાના વ્યવસાય થકી યુવાનો-યુવતિઓ અને બાળકોમાં દેશની સભ્યતા – સંસ્કૃતિ પ્રત્યે સભાનતા આવે એ માટે તેઓએ આ નવતર કોન્સેપ્ટ અમલમાં મુકાયો છે. 15 વર્ષથી વધુ વયનાં કોઇ પણ ગ્રાહક એમના ગુરૂ, કુળદેવી-દેવતા કે જેમને પણ તેઓ માનતા હોય અથવા શ્રધ્ધા ધરાવતા હોય તેમના નામ અથવા પોતાના માતા-પિતાનાં નામ 2000 વાર લખશે તેમને પણ નિ:શુલ્ક પંજાબી થાળી પ્રેમથી પિરસવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બિલકુલ દેશી પધ્ધતિથી બનાવવામાં આવતી પંજાબી થાળીમાં દાલ મખની, વેજીટેબલ સી, જીરા રાઇસ, લચ્છા પરોઠા, છાસ, પાપડ સાથે સ્પે. પંજાબી મીઠ્ઠી લસ્સી પીરસવામાં આવે છે. આ ઉપરાંત અહીં સાઉથ ઇન્ડિયન ડીશ ઢોસા – ઉત્પમ, ચાઇનીઝ, ઇટાલીયન ડીશ સાથે ફાસ્ટફુડ પણ ઉપલબ્ધ છે. ધર્મ-સંસ્કૃતિ, પરંપરા અને ભારતીય સભ્યાને સુદ્રઢ બનાવવાનાં શિખ યુવાન ગુરપ્રિતસીંઘનાં આ નવા કોન્સેપ્ટને વ્યાપક પ્રતિસાદ મળી રહયો છે. અન્ય હોટલ, ઢાબા કે રેસ્ટોરન્ટ સંચાલકો આ પ્રકારે દેશ ભકિતનુ કાર્ય કરવાનો પ્રારંભ કરે તો પ્રાચીન ભારતીય પરંપરા પુન: જીવીત થશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.