છેલ્લા ત્રીસ વર્ષથી બિનહરીફ થતી સરધાર મંડળીમાં ભાજપના બે બળિયા જુથ સામ-સામે, આજે રાત્રે જ પરિણામ જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થશે

અબતક,રાજકોટ

છેલ્લા ત્રીસ વર્ષથી સતત બિનહરીફ થતી સરધાર સહકારી મંડળીની આજરોજ ચુંટણી છે જેનું પરિણામ પણ આજે જ જાહેર થશે. સરધાર સહકારી મંડળીની ચુંટણી વર્ષોથી બિનહરીફ થતી હોય ત્યારે આ વખતે  ચુંટણી પ્રક્રિયા યોજાતા સહકારી જગતની આ તરફ મીટ મંડાયેલી છે. જેની અસર રાજકોટ માકેટીંગ યાર્ડમાં પણ જોવા મળે તો નવાઇ નહિ!રાજકોટ માકેટીંગ યાર્ડની ચુંટણીમાં પણ ભાજપના બે બળિયા જુથો આમને-સામને થયાં છે. જો કે યાર્ડની ચુંટણી પણ બિનહરીફ કરવા પક્ષ તનતોડ મહેનત કરી રહ્યું છે. સરધાર સહકારી મંડળીના ચુંટણી પરિણામની સીધી અસર પણ રાજકોટ યાર્ડની ચુંટણીમાં જોવા મળે છે. તો યાર્ડની ચુંટણીનું ચિત્ર પણ થોડું ઘણું સ્પષ્ટ થઇ જશે.

1630123762363

સરધાર સહકારી મંડળીમાં આશરે બારેક ગામનો સમાવેશ થાય છે જેમાં રાજસમઢિયાળા, લાખાપર, ખારચીયા, ભંગડા, હરિપર, સરધાર, રામપર, સુકી સાજડીયાળી, નવાગામ સહીતના ગામોનો સમાવેશ થાય છે.આ મંડળની ચુંટણીમાં આજે 19 બેઠકો માટે ર400 ઉમેદવારો મતદાન કરશે આજે સવારના 8.00 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. ચુંટણીમાં એક પક્ષે રૈયાણીનું જુથ તો બીજી પક્ષે સરધાર સહકારી મંડળીના પ્રમુખ અને યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાનું જુથ સક્રિય છે.

મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બપોરે 3.00 કલાકે મતગણતરી શરુ થશે અને આજે રાત્રી સુધીમાં જ પરિણામ જાહેર થઇ જશે આ ચુંટણીમાં 1પ જનરલ સીટ, ર મહિલા સીટ, 1 ખેડુત બેઠક મળી 19 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે.સરધાર સહકારી મંડળીની ચુંટણી બિનહરીફ થાય તે માટે અનેક પ્રયાસો થયા હતા. સતાધારી જુથે બન્ને પક્ષના ઉમેદવારો આવે તે માટે ઓફર કરી હતી પરંતુ હરિફ જુથે આ પ્રસ્તાવ માન્ય ન રાખવા અંતે ચુંટણીનો જંગ જામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.