સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સ્થાપિત
વાલી સંમેલન, સરસ્વતી સન્માન અને લોક ડાયરાનો રંગારંગ કાર્યક્રમ: ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ અઘ્યક્ષ સ્થાન શોભાવશે: ડાયમંડ કીંગ વસંત ગજેરાના હસ્તે સમારોહનું ઉદધાટન: એક લાખથી વધુ પટેલ સમાજના લોકો રહેશે ઉ૫સ્થિત
પોરબંદરના સાંસદ અને લડાક ખેડુત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયા સ્થાિ૫ત જામકંડોરણા ખાતેના શિક્ષણધામમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ સુકાન સંભાળ્યા બાદ પ્રથમ વખત આગામી તા.૩ને રવિવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓની અનાવરણ વિધિ,વાલી સંમેલન, તેજસ્વી છાત્રોનું સન્માન તેમજ લોકડાયરા સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જામકંડોરણા જેવા પછાત તાલુકામાં ત્રણ દાયકા પહેલા શિક્ષણ સંસ્થાનો પાયો નાખી વિઠ્ઠલભાઇ રાદડીયાએ અથાગ મહેનતથી જામકંડોરણાને શિક્ષણ ધામ બનાવ્યું છે અને ૧ર હજારથી વધુ દીકરા–દીકરીઓ છાત્રાલયમાં રહી સ્કુલથી માંડી ડીગ્રી સુધીના અભ્યાસ કરી શકે તેવું વટવૃક્ષ બનાવ્યું છે. માત્ર ગરીબ પરીવારોના સંતાનો ભણીગણીને સમાજમાં આગળ વધે અને ઉજજવળ કારકીર્દી બનાવે તેવા જ આશયથી ચાલતા આ શિક્ષણધામમાં અગાઉ અનેક વખત યોજાયેલા વાલી સંમેલન સહિતના કાર્યક્રમોમાં લાખો લોકો સ્વયંભુ ઉત્સાહભેર જોડાતા હતા.
જામકંડોરણા ખાતે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ હેઠળ આવતી જયાબેન ભાલાળા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય, સહીતની વિવિધ સંસ્થાઓનું સુકાન યુવા મંત્રી જયેશ રાદડીયાએ ર૦૧રમાં સોપાયા બાદ આગામી રવિવારે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લેઉઆ પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે.
રવિવારે બપોરે ૩.૩૦ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતનાબેન રાદડીયાના હસ્તે કરવામાં આવશે. જયારે બપોરે ૪ કલાકે સમાજ શ્રેષ્ઠીઓ તેમજ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ મહેમાનોના પ્રાસંગીક પ્રવચન અને સાંજે ૬ વાગ્યે સમુહ ભોજન તેમજ રાત્રે ૯ વાગ્યે કિર્તિદાન ગઢવી, અલ્પાબેન પટેલ, મનસુખભાઇ વસોયા અને સુખદેવ ધામેલીયાનો લોકડાયરો રાખવામાં આવેલ છે.
આ સમારોહના અઘ્યક્ષસ્થાને ખોડધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. જયારે સમારોહનું ઉદધાટન સુરતના ડાયમંડ કીંગ વસંતભાઇ ગજેરાના હસ્તે કરવામાં આવનાર છે. સમારોહનું દિપ પ્રાગટય રાજુભાઇ હીરપરા, ડી.કે. સખીયા, રમેશભાઇ ધડુક, શૈલેષભાઇ હીરપરા, મહેશભાઇ સવાણી, નરેન્દ્રભાઇ ભાલાળા, ઉકાભાઇ વોરા તથા દિનેશભાઇ કુંભાણી હસ્તે થશે.
આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના અગ્રણી ઉઘોગપતિઓ, બીલ્ડરો, વેપારીઓ ધારાસભ્યો, માજી ધારાસભ્યો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ ઉપરાંત વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉ૫સ્થિત રહેનાર છે.
કાર્યક્રમને સફળ બનાવવા સરદાર પટેલ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી મંડળના ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, નિલેશભાઇ બાલધા, ધીરજભાઇ રામોલીયા, મોહનભાઇ કથીરીયા, ધનજીભાઇ બાલધા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ અને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતના જ્ઞાતિજનોને ઉ૫સ્થિત રહેવા અનુરોધ કર્યો છે.