લેઉઆ પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો
સરદાર પટેલ સોશ્યલ નોર્થ ગ્રુપ -રાજકોટની વર્ષ ૨૦૧૨માં જ્ઞાતિ સમ્રાટ તેમજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ થયું હતુ ત્યારથી જ આ સંસ્થા ઉતરોતર સામાજીક, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરતી આવે છે. આ સંસ્થા દ્વારા વધુ એક ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટના તેમજ લેઉઆ પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના હોદેદારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થના ઉપપ્રમુખ જયેશભાઈ દુધાત્રાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થના આયોજનમાં અમારી હોદેદાર ટીમ દ્વારા કલ્ચર ભવન ખાતે બ્લડ ડોનેશન મેગા કેમ્પ સાથોસાથ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
રાજકોટના નામાંકીત ડો. સુતરીયા, ડાે. વેકરીયા, ડો.વીરાણી તેમજ ડો. અનુરાગ દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી. ઉપરાંત લેઉઆ પટેલ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના હોદેદારોની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતુ સાથે જ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં રાજકોટના ૬ સોશ્યલ ગ્રુપ તેમજ સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ તથા મહિલા ખોડલધામ સમિતિ અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિનો પૂરેપૂરો સહયોગ સહકાર મળે છે. આજના રકતદાન કેમ્પમાં ૨૫૦ જેટલી બોટલ રકત એકત્ર થયું હતુ અને બહોળી સંખ્યામાં લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.