મવડી ગામના સહયોગી અને લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા તાજેતરમાં ભવ્યાતિભવ્ય ૨૧ દીકરીના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે પણ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવ નું આયોજન આ ગ્રુપે કરેલ હતું. આ વર્ષ નું આયોજન જરા હટકે હતું.

૨૧ દીકરીના સમુહલગ્નમાં તમામ કર્યાવાર સોનાની વસ્તુી લઇ તમામ ફનીચારની વસ્તુ ઘરની તમામ સામગ્રી આ ૨૧ દીકરીને કન્યાદાન સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમુગ લગ્નની તડમાર તૈયારી ચાલતી હતી. પ્રમુખ જીતુભાઈ સોરઠીયા અને ઉપપ્રમુખ રમેશ ભાઈ સોરઠીયા અને મંત્રી દિનેશભાઈ મેઘાણીની આગેવાનીમાં તમામ કાર્ય ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

તો મહિલા સમિતિમાં પ્રમુખ સવિતાબેન સભાયા અને બહેનોની મહેનતી ભવ્યતિ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નમાં ખાસ સુરતી મહેશભાઈ સવાણી પધાર્યા હતા કે જેઓ એ લગભગ ૩૨૦૦ થી વધુ દીકરીના સમુગ લગ્નોત્સવ કરાવ્યો છે અને પિતા વિહોણી દીકરીના જેઓ ખરા અર્થમાં બાપ બન્યા છે તે ખાસ ઉપસ્તિ રહ્યા હતા. આ ઉપરાંત જયેશભાઈ રાદડિયા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્તિ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું એન્કરીંગ હાર્દિક સોરઠીયા અને હસમુખ ભાઈ લુણાગરીયા, જયેશ ભાઈ હરસોડા તા નિમિશ ભાઈ તંતી એ કર્યું હતું   

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.