જુદા-જુદા ચાર જુથમાં જનરલ, વિધવા-વિધુર, છુટાછેડા, વિકલાંગ યુવક-યુવતીનો પરીચય આપશે

સરદાર પટેલ સોશ્યલ ગૃપ (ગોલ્ડ) રાજકોટ દ્વારા લેઉવા પટેલ સમાજ ઉપયોગી કાર્ય થતા રહે છે ત્યારે આજના સમયને ધ્યાને રાખીને જરૂરી એવા લેઉવા પટેલ સમાજના યુવક  યુતિ માટે વેવિશાળ પરીચય કાર્યક્રમનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે . પરંતુ છેલ્લા બે વરસમાં કોરોના કાળના કારણે કાર્યક્રમ કરી શક્યા નથી . આ વર્ષે આ ત્રીજો લેઉવા પટેલ સમાજના યુવક – યુવતિ માટે વેવિશાળ પરીચય કાર્યક્રમ તા . 17/07/2022 ને રવિવાર ના રોજ પ.પુ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ , રૈયા રોડ , રાજકોટ મુકામે સવારે 9-00 વાગ્યાથી કરવામાં આવેલ છે.

કોઈ વાલી પોતાની દિકરીને ગામડામાં પરણાવવા માંગતા નથી . આવા કારણોસર દિકરા – દિકરીઓની ઉંમર વધતી જાય છે અને સામાજીક અવ્યવસ્થા ઉભી થાય છે . આવા સમયે સમાજને ઉપયોગી થવા માટે  સરદાર પટેલ સોશ્યલ ગૃપ (ગોલ્ડ) રાજકોટ દ્વારા યુવક – યુવતિને પોતાના જીવનસાથી પસંદ કરવા એક પ્લેટ ફોર્મ મળી રહે તે માટે આ વેવિશાળ પરીચયનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જયેશભાઈ ચોવટીયાએ જણાવ્યું હતુ કે આ વેવિશાળ પરીચય કાર્યક્રમમાં સમાજના વિકલાંગ યુવક – યુવતિ પણ પોતાના જીવનસાથી મેળવી શકે તેમજ સમાજના વિધવા – વિધુર ઉમેદવારો અને છુટાછેડા થયેલ ઉમેદવારો પોતાનું સાંસારીક જીવન ફરીથી શરૂ કરી શકે એ માટે એવા ઉમેદવારનો પણ આ કાર્યક્રમમાં સમાવેશકરેલ છે.

આ કાર્યક્રમમાં આધુનિકતાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરની મદદથી ઉમેદવારની તમામ વિગતો મળી રહે તે માટેની ડિરેકટરી બનાવીને ભાગ લેનાર દરેક ઉમેદવારોને આપવામાં આવશે . આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક – યુવતિ અને તેમના બે વાલી માટે સવારે નાસ્તો તથા બપોરના ભોજનની વ્યવસ્થા સોશ્યલ ગૃપ તરફથી કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સોશ્યલ ગૃપના પ્રમુખ  ધવલભાઈ સોજીત્રા મો . 97251 31313 તથા પ્રોજેકટ ચેરમેન જયેશભાઈ ચોવટીયા મો . નં . 99241 13130 અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.