સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા રપમાં સીલ્વર જયુબીલી વર્ષ રપમો સરસ્વતિ સન્માન સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો.
સમારંભનું દીપ પ્રાગટય ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને જ્ઞાતિરત્ન નરેશભાઇ પટેલે કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. સાથે મહેમાનો જોડાયા હતા. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય દાતા અને વકતા સર્વોદય સંસ્થાના ચેરમેન ભરતભાઇ ગાજીપરાએ તેમના પ્રવચનમાં દરેક બાળકોને અને તેમના વાલીઓને શિક્ષણ અને કેળવણી તેમજ આજના સમયમાં તેની ઉ૫યોગીતા વિશે વકતવ્ય આપ્યું હતું.
આ પ્રસંગે મંડળના અમૃતભાઇ ગઢીયાએ મંડળ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવતી સામાજીક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિ તથા ભાવિ આયોજનનો અહેવાલ આપ્યો હતો.
નવી ઓફીસના દાતા મગનભાઇ શીંગાળાનું સન્માન મોમન્ટો અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. જેઓ તરફથી માતબર રકમનું દાન મળ્યુ છે. તેમજ સમારંભ ને ગોલ્ડ મેડલ તેમજ અલ્પાહાર આપતા આજીવન દાતાઓ સર્વ ભરતભાઇ પરસાણા તથા તુષારભાઇ લુણાગરીયા, પરસોતમભાઇ કમાણી વિગેરે હાજર રહી મંડળ ને પ્રોત્સાહન પુરુ પાડેલ હતું. આ સમારંભમાં ભરતભાઇ પરસાણા એ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે બીનઅનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડ. એશો. પ્રમુખ રમેશભાઇ ટીલાળા, ચેમ્રબ ઓફ કોમર્સના પ્રમુખ શીવલાલ બારસીયા, ચીમનભાઇ હપાણી, ખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયા, હર્ષદભાઇ માલાણી, પ્રતાપભાઇ, પટેલ તેમજ ઉઘોગપતિઓ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ મંડળના હોદેદાોર અને કારોબારી સભ્યોઓએ મહેનત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.