મોરબીના સરદારબાગ અને જૂના જાંબુડિયા ગામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બન્ને જગ્યાએ ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને પાણીમારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગ પાસે કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગ કચરાની બાજુમાં પાર્ક કરેલા બાઈક સુધી પહોંચતા બાઈક બળીને ખાખ થઈ ગયું હતું.
બીજા બનાવમાં જુના જાંબુડિયા ગામ નજીક સીમની વાડ પાસે આવેલા ટીસીમાં શોર્ટ સર્કિટ થયો હતો. જેને પગલે વાડમાં આગ લાગી હતી. બંને આગ લાગવાના બનાવ સ્થળે ફાયરબ્રિગેડની ટીમે પહોંચી ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટરોએ પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com