હરબટીયા મુકામે ‘એક માંડવે લગ્ન’માં ૬ર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા: વૃક્ષારોપણથી સમૂહ લગ્નની શ‚આત; મંત્રી જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, અશોકભાઇ પટેલ, શિવરાજભાઇ વેકરીયા સહિતના મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓની હાજરી
સરદાર લેઉઆ પટેલ સમાજ આયોજીત “એક માંડવે લગ્ન ‘અબતક’ ચેનલ તેમજ ‘અબતક’ ડિજિટલ માધ્યમ યુ-ટયુબ તથા ફેસબુક પર ૧,૫૦,૦૦૦થી વધુ લોકોએ લાઈવ નિહાળ્યું.
સરદાર લેઉવા પાટીદાર સમાજ, ટંકારા સમુહ લગ્ન સમિતિ દ્વારા હરબટીયાળી મુકામે ‘એક માંડવે લગ્ન’ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગરીબ અને અનાથ એવા ૬૨ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા આ સમુહ લગ્નમાં દિકરીઓને ૭૬થી વધુ વસ્તુઓ કરીયાવરમાંઆપવામાં આવ્યું હતુ આ સમૂહ લગ્નમાં એક અનેરા કાર્ય એટલે કે વૃક્ષારોપણ કરીને લગ્નની શ‚આત કરવામા આવી હતી.
સમુહ લગ્નની તૈયારી આયોજકો છેલ્લા છ મહિનાથી કરતા હતા અને આ દરેક પ્રકારની વસ્તુઓનાં દાતાઓ અને સમિતિના લોકોએ ખૂબજ જહેમત ઉઠાવીને સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા આ સમૂહ લગ્નમાં જયેશભાઈ રાદડીયા, નરેશ ભાઈ પટેલ, રાઘવજીભાઈપટેલ, અશોકભાઈ પટેલ, શીવલાલભાઈ વેકરીયા, સહિતનામહાનુભાવોએ હાજરી આપી નવ દંપતિઓને આર્શીવચન પાઠવ્યા હતા.
નરેન્દ્રભાઈ સંઘાત આયોજકએ અબતકને જણાવ્યું હતું કે, આ સમૂહ લગ્ન માટે મે લેઉવા પટેલ સમાજને પ્રેરણા આપી આ પ્રથમ સમુહ લગ્નોત્સવમાં ૬૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા છે. જેને અમે ૭૫ જેટલી વસ્તુઓ કન્યાદાનમાં આપી છે.
આ સમુહ લગ્નનો મુખ્ય હેતુ સમય અને શકિત બચાવવાનો તેમજ ખોટા ખર્ચને તિલાંજલી આપવાનો છે. આ સમુહ લગ્નમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈપટેલ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, મોરબી જિલ્લા કલેકટર, ગોવિંદભાઈ ખુટ, શીવલાલભાઈ વેકરીયા, જમનભાઈ તારપરા સહિત ૨૦ જેટલા અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી તેમજ ખોડલધામ મહિલા સમિતિના સભ્યો સહિત અનેક આશિવચન આપ્યા હતા.
આ તકે જયેશભાઈ રાદડીયાએ અબતકને જણાવ્યું હતુ કે ટંકારાના હરબટીયાળી મૂકામે લેઉવા પટેલ સમાજના પ્રમુખ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ દાતાશ્રીઓ અને સમાજના સહકારથી પ્રથમ સમૂહલગ્ન્ આયોજન કરાયું હતુ સમાજમાં ઘણા દિકરા દિકરીઓ ગરીબ હોય શકે કદાચ એ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ આવતા હોય પરંતુ સમાજના અનેક દાતાઓ જવાબદારી સમજી સાથ સહકારથી આવા સમુહ લગ્નમાં મદદરૂપ બનતા હોય છે.
આ નાના એવા ગામમાં સમૂહ લગ્નનું આટલુ જાજરમાન આયોજન ક્રી સમાજને બિરદાવ્યો છે. અને આવનાર ભવિષ્યમાં દરેક ક્ષેત્રે સમાજ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મોટાભાગે સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદેશ એ છેકે સમાજમાં રહેતા અમુક દિકરા દિકરીઓની પરિસ્થિતિ ખરાબ હોય જેને દરેક પ્રકારે મદદ મળી શકે.
આ તકે નરેશભાઈ પટેલે અબતકને જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજ ટંકારા દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન અશોકભાઈ અને નરેશભાઈ પટેલની મહેનતથી કરવામાં આવ્યું છે. પ્રથમવારમાં જ ૬૨ નવદંપતિઓ સાથે જોવા મળશે જેમાં ૧૪ દિકરીઓ મા-બાપ વગરની છે. આ ૧૪ દિકરીઓને કોઈ પણ પ્રકારનો ખર્ચો ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી સમૂહ લગ્ન એ ખૂબ સારો વિચાર છે. એક લગ્નમાં પણ ઘણી મહેનત અને ખર્ચો આવતો હોય છે. પરંતુ આ સમુહ લગ્નમાં દરેક સમાજમાં કરીયાવરની વસ્તુ ૫૦ થી ઓછી નથ હોતી અને સમુહ લગ્નના કારણે ઘણા ગરીબ લોકોને મદદ મળી જાય છે. જેથી દાતાઓ પણ સમૂહ લગ્નને વધાવે છે.
આ તકે અશોકભાઈ પટેલે અબતકને જણાવ્યું હતું કે, માનવ શકિત અને સંગઠનનો આ મોટો પરિચય છે. પહેલી વખતમાંજ ૬૨ સમુહ લગ્નમાં અમને સફળતા મળી છે. જેમાં સમાજના લોકો હરબટીયાળી ગામ તેમજ કાર્યકરોએ ખૂબજ મહેનત કરી હતી. સાથે રકતતુલા અને વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતુ. જેમાં રકતદાનમાં અમને ૮૭૬ જેટલી લોહીની બોટલ મળી છે. બ્લડ બેંક ન્યારા રકતદાન ચાલી રહ્યું હતુ તેમાંથી ૨૫૦ જેટલી બોટલો મળી એમ અમને ૧૦૦૦ જેટલી બોટલો મળી છે. તેમજ અમે ૮ થી ૯ હજાર જેટલા લોકો સાથે સમુહ ભોજન લેશુ આ કાર્યક્રમમાં માઈક્રોમેનેજમેન્ટ ખૂબ જ સારી રીતે કરેંલુ છે. તેમજ મહિલાઓએ ખૂબજ સરસ રંગોળીબ નાવી હતી. લેઉવા પટેલ ટંકારા સમાજના પ્રથમ સમુહ લગ્નમાં ખૂબજ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે તેમજ દાતાઓએ પણ મન મૂકીને દાન કર્યું છે. અને આયોજકોની મહેનત રંગ લાવી છે.