પૂ.સદગુરૂ નિત્ય સ્વરૂપદાસજી સ્વામિના વરદ હસ્તે આવતીકાલે

રાજકોટ રાજયના ઐતિહાસીક વારસા સમુ ‘પિરિયડ હાઉસ’ નિહાળવા ઠાકોર સાહેબ માંધાતાસિંંહનું જાહેર નિમંત્રણથ

‘પિરિયડ હાઉસ’માં વિન્ટેજ કાર, રજવાડાના સમયની બગી,  મોતીકામ, ભગવાન

સ્વામિનારાયણનો શયનકક્ષ સહિત અનેક ફોટોગ્રાફસ આકર્ષણનું કેન્દ્ર

 

અબતક,રાજકોટ

રાજકોટ રાજ્યની એક સમયની રાજધાની અને ઐતિહાસિક – ધાર્મિક મહત્વ ધરાવતા નગર સરધારમાં દસમી ડીસેમ્બરથી સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરુ થઈ રહ્યો છે. એ મોટા ધાર્મિક ઉત્સવની સાથે જ અહીંના દરબારગઢ ખાતે સરધાર દરબારગઢને એક ” પિરિયડ હાઉસ”  તરીકે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સરધાર અને સ્વામીનારાયણ ભગવાનનો સંબંધ અલૌકિક છે તો આ સરધારના દરબાર ગઢ, રાજકોટ રાજપરિવાર અને ભગવાન સ્વામી નારાયણનો સંબંધ પણ વિશિષ્ટ છે. આશરે 200 વર્ષ પહેલાં સ્વામી નારાયણ ભગવાને જ્યારે સરધારની ભૂમિ પર પગલાં કર્યાં ત્યારે દરબાર ગઢમાં ચાતુર્માસ કર્યા હતા. અહીં સરોવરની પાળે તેઓ બિરાજમાન થયા હતા, પાણી પીધું હતું. અશ્વ પર સવારી કરી હતી. સરધારના ઠાકોર સાહેબ , રાજપરિવારે અને ગામલોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સરધારમાં પચાસથી વધુ રાજાઓનું ત્યારે આગમન થયું હતું અને શ્રીહરિએ એમને આવકાર્યા હતા. અહીં જન્માષ્ટમી ઉત્સવ પણ ઉજવાયો હતો . સરધારમાં જ ભગવાન સ્વામી નારાયણે કહ્યું હતું કે ભવિષ્યમાં અહીં એક મોટું મંદિર થશે . આજે એ આશીર્વાદ સાર્થક થયા છે.

આવો એક વિશેષ સંબંધ આ સંપ્રદાય અને ભગવાન સ્વામી નારાયણ સાથે છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રસાદી રુપે રાજપરિવાર પણ એક ” પિરિયડ હાઉસ ” તરીકે સરધાર દરબારગઢ લોકોને નિહાળવા ખુલ્લુ મુકી રહયા છીએ . સદગુરુ સ્વામી નિત્યસ્વરુપદાસજી સ્વામીજી આ  પિરિયડ હાઉસનું ઉદઘાટન કરશે. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિન્ટેજ કાર , રજવાડાંના સમયની બગી . મોતીકામ , પૂ . સ્વ . ઠાકોર સાહેબ  લાખાજીરાજ બાપુના ગાંધીજી સાથેના ફોટોગ્રાફસ , પૂ . ઠાકોર સાહેબ  મનોહરસિંહજી દાદાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથેનો ફોટો , ભગવાન  સ્વામિનારાયણનો શયનકક્ષ , વિગેરે લોકો એને નિહાળી શકશે . મ્યુઝીયમનું ઉદઘાટન ની 9 મી ડીસેમ્બરે થશે , મહોત્સવ પૂર્ણ થયા પછી પણ એ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા હરિભક્તો, યાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે પણ આ  પિરિયડ હાઉસ  આકર્ષણનું કેન્દ્ર બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.