૩૦ પરિવારે આ સમૂહ લગ્નનો લાભ લીધો પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરે ૧ લાખ ૨૦ હજારનું દાન કર્યું
દાદરાનગર હવેલીના સારઠીયા ઘાંચી સમાજ કમિટી દ્વારા સેલવાસના કસ્તુરી પાર્ટી પ્લોટમાં ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ આ સમુહ લગ્ન સમારોહમાં પ્રદેશના પૂર્વ સાંસદ મોહન ડેલકર ખાસ હાજર રહ્યા હતા.
આ સમૂહ લગ્ન સમારોહના સમર્થનમાં આવેલા મોહન ડેલકરે સૌ પ્રથમ તમામ યુગલોને આર્શિવાદ આપ્યા ત્યારબાદ ૩૦ પરિવારના યુવક યુવતીઓ આ સમૂહ લગ્નમાં જોડાયા તે બદલ તેમને ધન્યવાદ આપ્યા હતા. આ પ્રસંગે સોરઠીયા ઘાંચી સમાજના પ્રમુખ હાજી રઝાકભાઈ પરમાર, સેક્રેટરી હબબી બિલખિયા, ઉપપ્રમુખ કયુમ માલવીયા, સહિત કમીટીના પદાધિકારીઓ એ મોહનભાઈ ડેલકરનો આભાર માન્યો.
આ પ્રસંગે મોહનભાઈ ડેલકર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા, ઉપપ્રમુખ મહેશ ગાવિત, નગરપાલીકાના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, પૂર્વ ઉપાધ્યક્ષ ડો.ટી.પી. ચૌહાણ, સુરેશ કોટીયાન, નગરપાલીકા કાઉન્સેલર સુમન પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોહનભાઈ ડેલકરે સમૂહ લગ્નમાં ૧ લાખ ૨૦ હજારનું દાન પણ આપ્યું.