પૂ. સીતારામબાપુ, વ્રજરાજકુમાર મહોદય જેવા અનેક સંતો–મહંતોના સાંનિઘ્યે શબ્દ સરીતાની સરવાણી વહાવી છે: ગાંધીનગરમાં એન્કર પર્સન પેનલમાં ‘સી’ કેટેગરીમાં રજીસ્ટર્ડ એન્કર તરીકે સૌ પ્રથમ વખત પસંદગી પામવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ
કલાકારોની નીપજ/ઉજપનું ગામ અને ‘ચિતલની ચુંદડી’લોકગીતથી વિખ્યાત અમરેલી તાલુકા-જીલ્લાના ચિતલ ગામમાં તા.૧-૧૦-૧૯૫૫ના કદાચ ‘શરદ પૂનમના’દિવસસે અભણ, અક્ષરજ્ઞાનથી વંચિત એવી સ્વ. મા હેમકુંવરબેનની કુખે અવતરેલ અને રાજય સેવાના સંનિષ્ઠ કર્મી (નિવૃત સર્કલ ઇન્સ્પેકરટ, તાલુકા પંચાયત, બાબરા) સ્વ. કાંતિલાલ નાનજીભાઇ વ્યાસનું ફરંઝદ એટલે અમરેલીના અમીન સાયાની અને કલાને દેવી મા સરસ્વિતનો સાત્વિક શબ્દભકિતનો કલા ઉપાસક, સંઘર્ષ, સાહસ, સહનશીલતા બાદ સફળતાને વરેલો સરળ, સહજ, સંવેદનશીલ, સદભાવી, સહકારી, સેવાભાવી, નિ:સ્પૃહિ અને નિ:સ્વાથી વ્યકિત એટલે ઉદ્દઘોષક શરદ વ્યાસ
તેમનો પરિવાર એટલે મા વિનાની દશા- અવદશામાં ઉછરેલી તેમની સહધર્મચારીથી સુમિત્રા વ્યાસનો સહવાસ, જલારામબાપાની કૃપા આર્શીવાદથી અવતરેલ મહારાજા સર સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરાનો અનેક ડિગ્રી પ્રાપ્ત અભયાસી કવિ જીવ પુત્ર કૌશિક વ્યાસ (કવિ વ્યાસ), બાળ શિક્ષણ સાથે બાળકની મા બની નાની વયે બાળશિક્ષણમાં નામના પ્રાપ્ત કરનાર એન્કર-ન્યુઝ રીડર પુત્રી દિપમાલા વ્યાસ અને મહાનગર મુંબઇ (મહારાષ્ટ્ર) નું પંકજભાઇ શુકલનું એકમાત્ર શિક્ષીત દિક્ષિત સંસ્કારી સંતાન પુત્રવધુ કિંજલ વયાસનો પરીવાર ધરાવે છે.
પ્રાથમીક અને માઘ્યમિક શિક્ષણ ચિતલ અને બાબરા, જયારે મહાવિઘાલયનું શિક્ષણ કે.કે પારેખ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલીમાં સ્વ. બડેબાપાની અનુકંપાથી મુંબઇ સ્થિત દાતાના શિક્ષણ ફ્રી સહયોગથી ગુજરાતી વિષય સાથે વ્યાસ પરિવારમાં સૌ પ્રથમ થર્ડ કલાસ સાથે સ્નાતક થવાનું ગૌરવ પ્રાપ્ત કરવાની તક સાંપડી પણ વાંચનભુખ, કલાકારો અને કલાઉપાસકો ભજનિક નિરંજનભાઇ પંડયા, લોકસાહિત્યકાર સ્વ. બાલકૃષ્ણભાઇ દવે, હાસ્ય કલાકાર સ્વ. શામજી લાઠીયા, પ્રાથમીક-માઘ્યમિક શિક્ષણના ગુરુજનો શંભુભાઇ રીબડીયા, ઉમેશભાઇ ત્રિવેદી, સ્વ. નારસિંહ ચૌહાણ, સ્વ. પાથર, ડો. નલિનભાઇ પંડીત જેવાનો સંગ, સહવાસ, પ્રેરણા અને પ્રોત્સાહનથી શબ્દો સાધનાના શિખરો સિઘ્ધહસ્ત કરવામાં તેઓ સફળ રહ્યા- થયા અને તેથી ૧૯૮૫ થી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ નગરો- મહાનગરોમાં તમામ પ્રકારના કાર્યક્રમોના સંચાલક-ઉદઘોષક તરીકે ખ્યાતિ-વિખ્યાતિને પામી, પાંચમાં પુછાતા અને નામ લેવાતા મહાનુભાવોની હરોળમાં સ્થાન પામ્યા છે.
ધર્મગ્રંથોના સમર્થ ઉપાસકો આંતરરાષ્ટ્રીય પૂ. ગીરીબાપુ-સાવરકુંડલા, પ.પૂ. હરીપ્રસાદ પ.પૂ. સીતારામ બાપુ- શિવકુંજ આશ્રમ અઘેવાડા, પ.પૂ. ગો.૧૦૮દ્વારકેશલાલજી-અમરેલી, વિઠ્ઠલરાયપ્રભુ વડોદરા (માંડવી), ગોવર્ધનનાથજી વ્રજરાજકુમાર મહોદય, ભાગવતાચાર્ય જનકભાઇ મહેતા – ડોડીયાવાળા જેવા અનેક સાંનિઘ્યે- સામિપ્યે શબ્દસરીતાની સરવાણી વહાવી, આ સૌના કૃપાપાત્ર પ્રેમ અને પ્રેરણા કરવા સદભાગી બન્યા છે.
સામાજિક, રાજકીય મહાનુભાવો કે વ્યકિતત્વોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઇ રૂપાલા, રાજયના પૂર્વ વર્તમાન મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપભાઇ સંઘાણી, બેચરભાઇ ભાદાણી, મધુભાઇ વ્યાસ, નરહરીભાઇ અમીર, આર.સી.ફળદુ, સૌરભભાઇ પટેલ જેવા અનેકોના સાનિઘ્યે તેઓના સંચાલન-ઉદઘોષણથી પ્રભાવિત થતા તે સૌની શુભેચ્છા મેળવવા સદભાગી બન્યા છે.
તેમના જીવનાી ધન્યતાના કે કાર્યક્રમના સંચાલન માટે જયારે પણ મળીએ કે જણાવીએ ત્યારે કોઇપણ જાતના આડંબર, દેખાવ, દિવ્યતા, ભાવના કે વ્યસ્તતાના કારણે કે આભા ઉભી કયાં સિવાય સહજભાવે સહભાગી થવાના સ્વિકાર સાથે સતત અને શબ્દભાવના ઉપક્રમ- અવસરને નિભાવવા હંમેશા તત્પર હોય છે.વિવિધ સંસ્થાકીય જવાબદારીઓમાં શહેરથી લઇ ભારતભરના સમસ્ત બ્રહ્મસમાજ, લાયન્સ કલબ, પોતાના કર્યક્ષેત્રના શ્રમિક સંગઠન, જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ ખાતુ, સામાજીક શૈક્ષણીક, સેવાકીય સંસ્થાઓ, રકતદાન, ચક્ષુદાન, દેહદાન, સહકારી સંસ્થાઓ, જેવી અનેક વિધ જવાબદારીઓની સાથે તેમના જ વિષયમાં ગુજરાત રાજયના માહિતી ખાતુ (ફિલ્મ ડિવીઝન) ગાંધીનગરમાં એન્કર પર્સન પેનલમાં ‘સી’કેટેગરીમાં રજીસ્ટર્ડ એન્કર તરીકે સૌ પ્રથમ પસંદગી પામવાનું ગૌરવ તેમણે પ્રાપ્ત કરેલ.
એસ.ટી. નિગમની ટુંકા પગારની નોકરી, નાની વય, કુટુંબ જવાબદારી આવા વિપરીત સંજોગોમાં પણ શબ્દભકિતના અવસરને ન ચુકતા વર્ષના પર (બાવન) રવિવારોમાંથી ૪પ (પિસ્તાલીસ) રવિવાર સમાજ સેવા કાર્ય કાર્યક્રમના સંચાલનમાં નિ:સ્પૃહભાવે કલાસાધનાને પ્રાધાન્ય આપી, સમાજસેવા પુરી પાડી છે.