સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યસ્થાપક અને પ્રથમ કુલગુરુ ડો.ડોલરરાય માંકડની પુણ્યતિથિ નિમિતે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવારે ૧૧:૩૦ કલાકે કુલસચિવ ડો.ધીરેન પંડયા, સિન્ડીકેટના સભ્ય સર્વ ડો.જી.સી.ભીમાણી, ડો.વિજય દેસાણી, ડો.પ્રફુલ્લાબેન રાવલ, સેનેટ સભ્યો, અધિકારીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષો, શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા ભવનોના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસ પર આવેલ સરસ્વતી માતાના મંદિરમાં સરસ્વતી માતાનું પુજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપક અને પ્રથમ કુલગુરુ ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવવંદના કરવામાં આવેલ હતી અને ધુન-ભજનનો કાર્યક્રમ તેમજ મેઈન બિલ્ડીંગમાં આવેલ સરસ્વતી માતાની મૂર્તિની સમક્ષ ભાવવંદના કરવામાં આવેલ હતી.