- સરસ્વતી શિશુમંદિર એટલે સર્વશ્રેષ્ઠ શાળા
- શહેરની સૌથી પુરાણી અને પ્રતિષ્ઠિત શાળામાં અંગ્રેજી મીડિયમની પણ શરૂઆત : સરસ્વતી શિશુમંદિરમાં અપાઈ છે, એઆઈ ટેકનોલોજી દ્વારા શિક્ષણ
- માતૃભાષા ઉપરાંત અંગ્રેજી, જર્મન અને ફ્રેન્ચ ભાષામાં શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા
શહેરની વર્ષો જૂની સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી એકમાત્ર શૈક્ષણિક સંસ્થા એટલે પ્રવીણકાકા મણીઆર કેમ્પસમાં આવેલ સરસ્વતી શિશુમંદિર. મારૂતિનગર એરપોર્ટ ફાટક પાસે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર કેમ્પસમાં સરસ્વતી શિશુમંદિરમાં પ્લેહાઉસથી લઈ ધો. 12 કોમર્સ-સાયન્સનું શિક્ષણ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં આપવામાં છે.
વર્ષ 2016-17 માં સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર દ્વારા માતૃભાષા સાથે અંગ્રેજી ભાષામાં શિક્ષણ મળી રહે તેવા હેતુસર એક રોલમોડેલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલનું નિર્માણ કરવાનું સપનું સેવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચાર દસક જૂના સંકુલનું નવીનીકરણ કરીને ગત વર્ષ 2024 થી પ્રવીણકાકા મણીઆર કેમ્પસમાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, અનિલભાઈ કિંગર તેમજ અન્ય ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન જ સફલ શિશુમંદિરમાં અંગ્રેજી માધ્યમમાં પણ પ્લેહાઉસથી લઈ ધો. 12 સાયન્સ-કોમર્સનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. હવે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર સાથેનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવવાનું સરનામું બની ગયું છે, સરસ્વતી શિશુમંદિર.
પ્રત્યેક બાળકનાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક તથા નૈતિક એમ સર્વાંગી વિકાસનાં ઉદ્દેશ સાથે આ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થાનું લક્ષ્ય માતૃભાષામાં શિક્ષણ આપી બાળકોનાં સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ નિર્માણ અને સર્વશ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવાનું છે સાથોસાથ અંગ્રેજી ભાષામાં પણ વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે અહીં અંગ્રેજી ઉપરાંત જર્મન, ફ્રેન્ચ ભાષા પણ શીખવવામાં આવે છે.
સરસ્વતી શિશુમંદિરનું એકમાત્ર ધ્યેય અને ઉદ્દેશ બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી ભારત દેશનાં સ્વસ્થ, સંસ્કારી, સમૃદ્ધ અને કર્તવ્યવાન નાગરિક બનાવવાનું છે. રાષ્ટ્રનિર્માણની દેશહિત ભાવનાઓ તથા પરંપરાવાદી શિક્ષણ પદ્ધતિ સાથે આધુનિક ટેકનોલોજીનો સુભગ સમન્વય સાધી આ શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓનાં ભણતર અને ગણતર સાથે એના સમગ્ર વ્યક્તિત્વનું ઘડતર અને કારકિર્દીનું ચણતર કરે છે. કુદરતી – નૈસર્ગિક વાતાવરણમાં હવાઉજાસવાળા હરિયાળા સંકુલમાં વિદ્યાર્થીઓને એઆઈ ટેકનોલોજી મારફતે શિક્ષણ આપવામાં આવે છે. ડ્રોન ટેકનોલોજીથી લઈ યોગ, કરાટે, સ્કેટિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી અને અહીંયા તો જન્મદિવસની ઉજવણી થાય છે કેક કટ કે ચોકલેટ વહેંચીને નહીં પરંતુ હવન કરીને તો દરેક નાના-મોટા તહેવાર પણ અહીં ધૂમધામથી અનોખી રીતે ઉજવાઈ છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંતની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર હોય છે. મતલબ આ શાળા વિદ્યાર્થીઓને સંસ્કૃતિ અને સંસ્કાર સાથે વર્તમાન સમયને અનુરૂપ એડવાન્સ અને ફેશનેબલ પણ બનાવે છે. શિશુમંદિરના વિદ્યાર્થીઓ ક્યારેય પાછા ન પડે તે આ શાળાની ઓળખ.
સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, લેંગ્વેજ લેબ, લેબોરેટરી, લાઈબ્રેરી, ફિઝિક્સ, બાયોલોજી લેબ, વિશાળ ઓડિટોરીયમ ઉપરાંત યોગ આધારિત અભ્યાસક્રમ સાથે ચિત્ર, સંગીત, સંસ્કૃત, સ્વરક્ષણ, સ.ઉ.ઉ.કા. જેવા વિષયોનું પ્રયોગાત્મક શિક્ષણ તો ખરું જ. શાળામાં આચાર્યો, પ્રધાનાચાચાર્યો, તાલીમયુક્ત તજજ્ઞોની ટીમ છે જેમના દ્વારા સાપ્તાહિક કસોટીઓના આયોજનથી લઈ વાલી સંપર્ક – વાલી સંમેલન સાથે કારકિર્દીલક્ષી સેમિનાર – માર્ગદર્શનનું પણ આયોજન કરવામાં આવે છે. પરિણામે સરસ્વતી શિશુમંદિર બોર્ડ એક્ઝામમાં સો ટકા રિઝલ્ટ ઉપરાંત જેઈઈ-નિટ જેવી પરીક્ષાઓમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી આવે છે અને એટલે જ કહેવાય છે કે, સરસ્વતી એટલે સર્વશ્રેષ્ઠ..
વડાપ્રધાન મોદીએ પણ પોડકાસ્ટમાં વિદ્યાભારતી સંલગ્ન શાળાના વખાણ કર્યા હતા
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિય પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફ્રીડમેન સાથે વિગતવાર મુલાકાત લીધી હતી. આ પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાભારતી સંલગ્ન શાળાઓના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વિદ્યાભારતીની 25 હજાર શાળાઓ આવેલી છે જેમાં આશરે 30 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાભારતી વિશ્વની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. દેશના મોટાભાગના શહેર, નગર અને ગામોમાં વિદ્યાભારતીના શિશુમંદિર આવેલા છે. રાજકોટમાં પણ વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી શિશુમંદિર છેલ્લા 41 વર્ષથી કાર્યરત છે. વિદ્યાભારતી સંલગ્ન શિશુમંદિરમાં શિક્ષણ મેળવી અનેક વિદ્યાર્થીઓ આજે ઊચ્ચ કક્ષાએ પહોંચી શાળા, શહેર, રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.