ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય અને સાયન્સનું છેલ્લા 10 વર્ષનું શ્રેષ્ઠ પરિણામ જાહેર થયું છે ત્યારે રાજકોટ જિલ્લાની મોટાભાગની સેલ્ફ ફાયનાન્સ સ્કુલોનું ઝળહળતું પરિણામ આવ્યું છે ત્યારે રાજકોટની પ્રખ્યાત સરસ્વતી સ્કુલ ફરી એકવાર સર્વોપરી સાબિત થઇ છે. સ્કુલનું 100% પરિણામ આવતા સવારથી જ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં થનગનાટ જોવા મળ્યો હતો. સરસ્વતી સ્કુલમાં સવારથી વિદ્યાર્થીઓ ઘેલમાં આવીને ગરબે રમ્યા હતા અને એકબીજાના મોં મીંઠા કરાવ્યા હતા.
આજે બોર્ડનું 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં સાયન્સનું 82.45% અને સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના પુરૂષાર્થનું સફળ પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ સવારે 9:00 કલાકે જાહેર થયું હતું.
છેલ્લા 3 મહિનાના એકસ્ટ્રા ક્લાસે 100% પરિણામ અપાવ્યું: રિધ્ધી રાવલ
‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે સરસ્વતી શિશુ મંદિર સ્કુલ છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. દર વર્ષે માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિકનું ઝળહળતું પરિણામ આવે છે. આ વર્ષે બોર્ડનું કોમર્સ વિભાગમાં 100% આવ્યું. બે વિદ્યાર્થી એવા છે કે જેને બીએમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. સ્કૂલ ફર્સ્ટ માટીયા કુમકુમ જેને 99.14 પીઆર આવ્યા છે. છેલ્લા 3 મહિનામાં અમે ખૂબ મહેનત કરી હતી. વિદ્યાર્થી જે વિષયમાં નબળા હતા. તેના એકસ્ટ્રા ક્લાસ દ્વારા તેમની બધી ક્વેરી સોલ્વ કરી હતી.
વર્ષ દરમિયાન તનતોડ મહેનતથી શ્રેષ્ઠ પરિણામ મળ્યું: માટીયા કુમકુમ
‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે મારે 99.14 પીઆર આવ્યા છે. ધોરણ-8થી શિશુ મંદિર શાળામાં અભ્યાસ કરે છે. આ શાળામાં શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ ધ્યાન આપવામાં આવે છે તથા શિક્ષકોના સપોર્ટ હતો. તેથી સારૂં પરિણામ મેળવ્યું. ફેમેલીનો પૂરો સપોર્ટ હતો. દિવસ દરમિયાન હું સ્કૂલેથી ઘરે જઇને એકવાર રિવીઝન અને જે આગળ અભ્યાસ કરાવાના છે તે પણ ભણી લેતી. હું રિવીઝન ખૂબ કરતી, મેં સ્કૂલથી જ સારા માર્ક મેળવ્યા હું કોઇ કોચિંગ ક્લાસમાં જતી નહિં.