બ્રહ્મસમાજના ધો.10 અને 12ના વિદ્યાર્થી જેઓને 70% ઉપર આવ્યા હોય તેમનું સન્માન કરાશે
રાજકોટ બ્રહ્મદેવ સમાજ અને રાષ્ટ્રીય સચીવ મીલનભાઇ શુકલાના નેજા હેઠળ આગામી કાર્યક્રમ તા.10-7ના રોજ બપોરે 2 કલાકે અરવિંદભાઈ મણીયાર હોલ જુબેલી ગાર્ડન રાજકોટમાં સરસ્વતી સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. બ્રહ્મસમાજના ભણતા ધોરણ 10 અને 12 ના (આર્ટસ,કોર્મસ,સાયન્સ)નાવિદ્યાર્થી કે જેઓને 70% ઉપર આવ્યા હોય તેમણે વિપુલભાઈ જાની મો .90999 46911, આનંદભાઈ પુરોહીત મો . 76986 43438, દેવાંગભાઈ ઠાકર મો . 98798 36384 સંપર્ક કરવો.
આગામી તા.25-6-2022 સુધીમાં નામ લખાવી દેવા અપીલ કરવામાં આવી છે. અને સાથે જણાવવામાં આવે છે કે વિદ્યાર્થીએ પોતાનું નામ લખાવે ત્યારબાદ જે તે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને માર્કશીટની નકલ (ઝેરાક્ષ) પણ જમા કરાવવાની રહેશે . વધુ વિગત માટે બ્રહ્મદેવ સમાજના પ્રમુખ વિરાગભાઈ જોષી મો .95589 48321 યુવા પ્રમુખ આનંદભાઇ પુરોહીત મો . 7698643438 નો સંપર્ક કરે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ બહ્મસમાજની વરીષ્ટ ટીમ, યુવા ટીમ અને મહીલા ટીમ જમહેનત ઉઠાવી રહી છે .
જયારે અબતકની શુભેચ્છા મુલાકાતમાં વિરાગભાઈ જોષી , ઉ.પ્રમુખ જિજ્ઞેશભાઈ ત્રિવેદી, મહામંત્રી વિપુલભાઈ જાની , ઉપ પ્રમુખ મનોજભાઈ રાજગોર , યુવા પ્રમુખ આનંદભાઈ પુરોહીત ઉ.પ્રમુખ દેવાંગભાઈ ઠાકર હાજર રહયા હતા . ઉપરોકત વિગત બહ્મદેવ સમાજના સંગઠન મંત્રી નીષ્યલભાઈ જોષી મુલાકાતમાં જણાવેલ.