સન્માન સમારંભ સાથે વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ વોર્મીંગ પર નિબંધ – ચિત્ર સ્પર્ધા યોજાશે: આયોજકોએ કાર્યક્રમની વિગત આપવા ‘અબતક’લીધી મુલાકાત

લીંબાસીયા પરિવાર સોશ્યલ ગુ્રપની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. 1995ની સાલથી નિયમિત રીતે છાત્ર ઉત્કર્ષના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથો સાથ વર્ષમાં એક વખત સ્નેહ મિલન તથા સરદોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા આવતીકાલે સરસ્વતિ સન્માન સમારંભનું બપોરે ર થી 7 દરમ્યાન અટલ બિહારી બાજપેય હોલ પેડક રોડ ખાતે તેજસ્વી છાત્રોને ઇનામો, શીલ્ડ આપીને સન્માનીત કરાશે.

આ કાર્યક્રમમાં આજની મોટી સમસ્યા ગ્લોબલ વોમીંગ જલ વાયુ પરિવર્તન, પ્લાસ્ટીક પ્રદુષણ ઉપર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પર્યાવરણીય  પ્રાકૃતિક જીવનશૈલીનો સંદેશો આપી આ જીવનશૈલી અપનાવવા પર માર્ગદર્શન અપાશે. ત્યારે લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપના પ્રમુખ વસંતભાઇ લીંબાસીયા માનવ મંત્રી પ્રવિણભાઇ લીંબાસીયા, રમેશભાઇ લીંબાસીયા ગુણવંતભાઇ લીંબાસીયા, પરેશભાઇ લીંબાસીયા, હિમાંશુભાઇ લીંબાસીયા, ધર્મેશભાઇએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લઇ કાર્યક્રમો અંગેની વિગત આપી હતી.

‘અબતક’ સાથેની વાતચીતમાં લીંબાસીયા પરિવાર સોશ્યલ ગ્રુપના પ્રમુખ વસંતભાઇ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી સરસ્વતિ સન્માન કાર્યક્રમ સ્નેહમિલન તથા શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષ માટે આવતીકાલે અટલ બિહારી બાજપેયી ઓડિયોરીયમ ખાતે 370 થી વધુ વિદ્યાર્થીઓને સન્માનીત કરવમાં આવશે. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવનાર વિઘાર્થીઓને શિલ્ડ આપવામાં આવશે. થતાં 70 ટકા થીવધુ પરિણામ આવનાર વિઘાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. આવતીકાલે 1500 થી વધુ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તથા આ વખતે અમે પ્રથમ વખત એવું કરી રહ્યા છીએ. જેમાં 70 ટકાથી ઓછું પરિણામ આવેલા તમામ વિઘાર્થીઓ માટે આજની મોટી સમસ્યા ગ્લોબલ વોમીંગ જલ વાયુ પરીવર્તન, પ્લાસ્ટીક પ્રદુષણ ઉપર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહીત કરાશે. વધુમાં વાત કરતા જણાવેલ કે મેં એક વખત સાધારણ પરિવારમાં આવે તો વિઘાર્થી જે ભણવામાં હોશિંયાર હતો. તેને મે મારે હાથે શિલ્ડ આપી સન્માનીત કરેલ. આજે તે વિઘાર્થીઓ સી.એ. બની ગયો છે. અન તે પણ કાર્યક્રમ ઉપસ્થિતરહેશે. તે વિઘાર્થી અને માતા-પિતાને એવું માનતા કે અમારા આશિર્વાદથી તે વિઘાર્થી આજે ખુબ જ આગળ વઘ્યો છે. દર વર્ષે અમે લીંબાસીયા પરિવારનું સ્નેહમિલ, સરસ્વતિ સન્માન, શરદોત્સવ સહીતના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. કાલના કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.