રવિવારે અટલ બિહારી વાજપાયી ઓડિટોરીયમમાં આયોજન
ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ રાજકોટ દ્વારા તા.28 ને રવિવારના યોજાનાર તેજસ્વી તારલાઓનો સરસ્વતી સમારોહની માહિતી આપવા ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી. આ પ્રસંગે ભરતભાઈ ડાભી, લક્ષ્મણભાઈ વાવેશા, મનસુખભાઈ વાઘેલા, રાજુભાઈ પંચાસરા, જેન્તીભાઈ ડાભી, સુભાષભાઈ અઘોલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન- રાજકોટ દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ તા . 28.8 ને રવિવાર બપોરના 02 થી 7 કલાક દરમ્યાન અટલ બિહારી વાજપાય ઓડીટોરીયમ પેડક રોડ , સેટેલાઈટ ચોક રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજકોટ મ્યુનિસીપલ કમીશ્નર અમિત આરોરા (આઈ.એ.એસ.) પરસોતમભાઈ સાબરીયા (ધારાસભ્ય હળવદ ધર્મેશભાઈ જંજવાડીયા ( પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ) બાબુભાઈ ઉઘરેજા (બોર્ડિંગના પ્રમુખ) મનસુખભાઈ વાઘેલા ઉપપ્રમુખ . ગોરધનભાઈ જાખેલીયા ઉપપ્રમુખ , વિરજીભાઈ સનુરા , દિનેશભાઈ મકવાણા, નયનાબેન બી . બાળીન્દ્રા (દંડક જીલ્લા પંચાયત રાજકોટ ) , ભરતભાઈ ડાભી તાલુકા પંચાયત સદસ્ય , કંકુબેન ઉઘરેજા કોર્પોરેટર , રાજુભાઈ પંચાસરા , દેવભાઈ કોરડીયા , સમાજના સરપંચઓ , સમાજ શ્રેષ્ઠીઓ , દાતાઓ , આજીવન સભ્યઓ , સંત વેલનાય સમુહ લગ્ન સમીતીના હોદેદારો , સંત વેલનાથ જન્મ જયંત ઉત્સવ સમીતીના હોદેદારો તથા કાર્યકરઓ અને વિદ્યાર્થીઓ , સમયસર સ્થળ પર તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા હાજર રહેવા અનુરોઘ કરવામાં આવે છે. ચંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવનના મંત્રી લક્ષ્મણભાઈ વાવેસા દ્વારા એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.