ધારાસભ્ય કુંવરજી બાવળીયા, ઋત્વિક મકવાણા અને ભાજપ અગ્રણી ભુપતભાઇ ડાભી સહિતના અગ્રણીઓ રહ્યા ઉ5સ્થિત
માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ, રાજકોટ દ્વારા તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સમારંભ યોજાય ગયો છે.
છેલ્લા રપ વર્ષથી માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે હેમુ ગઢવી હોલ ખાતે વિઘાર્થીઓ માટે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું હતું. સંસ્થાના પાયાના પથ્થર સ્વ. વિનુભાઇ શેખ, સ્વ. સઁગ્રામભાઇ બાવળીયા, સ્વ. રતનશીભાઇ ઝાપડીયાની યાદમાં બે મીનીટનું મોન કરી, દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરેલી હતી. દરેક વિઘાર્થી ભાઇઓ તથા બહેનોને ઇનામી કીટ અને 1 થી 3 ના નંબરના વિઘાર્થીને શીલ્ડ આપી તેમજ સ્પોર્ટ અને અન્ય સારી એવી પ્રવૃતિમાં ભાગ લઇ સમાજનું નામ આગળ વધારનારને પણ સન્માન કરવામાં આવતું હોય છે.
તેમ જ આ સન્માન સમારોહમા મુખ્ય અતિથિ તરીકે કુંવરજીભાઇ બાવળીયા, મનુભાઇ ચાવડા, ઋત્વિકભાઇ મકવાણા અને ભુપતભાઇ ડાભી સહિતના આગેવાનોએ હાજરી આપેલી હતી. સમાજના તમામ વિઘાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું. સમાજના આગેવાનો દ્વારા બાળકોને ભવિષ્યમાં અભ્યાસ અને આગળ વધવા માટે સમાજને સારીદિશા બનાવવા માટેનું પ્રવચન પણ મુખ્ય અતિથિ દ્વારા આપવામાં આવેલું હતું. આ કાર્યક્રમને ખુબજ સારી રીતે આયોજન કરનાર આ માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ તથા તળપદા કોળી જ્ઞાતિ કર્મચારી મંડળ, રાજકોટના સભ્યોને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.