લોહાણા કર્મચારી મંડળ દ્વારા મંડળના સભ્યોના બાળકો માટેનો સરસ્વતી સન્માન સમારોહ, લોહાણા કેસરીયા વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સંપન્ન થયો હતો. સદર કાર્યક્રમમાં કુલ ૧૫૮ બાળકોને સર્ટીફીકેટ, શીલ્ડ, ગોલ્ડ મેડલ, સીલ્વર મેડલથી સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગીટાર વાદક બાળક જયમીશ કકકડ દ્વારા ઈતની શકિત હમે દેના દાતા પ્રાર્થનાથી કરવામાં આવી અને ત્યારબાદ જીયા કોટેચા દ્વારા કથક નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ લોહાણા મહાજન કાર્યકારી પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દીપ પ્રાગટયમાં અન્ય દાતાઓ દિલીપભાઈ સોમૈયા, શાંતુભાઈ ‚પારેલીયા, નરેન્દ્રભાઈ નથવાણી, ગૌરાંગભાઈ ઠકકર, વિરેન્દ્રભાઈ કોટેચા, શીલ્પાબેન પુજારા, રત્નાબેન સેજપાલ વગેરે મહાનુભાવો હાજર રહી બાળકોને આશિવર્ચન આપેલ હતા. મહેમાનોનું સ્વાગત મંડળના પ્રમુખ રંજનબેન પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ આવેલ અને બી.એ. વીથ ઈંગલીશમાં પ્રથમ રેન્ક મેળવેલ. ટવીંકલ ચંદારાણાને સ્પેશીયલ શીલ્ડ આપી નવાજવામાં આવી હતી.

આ ઉપરાંત ધો.૧૨ સાયન્સમાં ગોલ્ડ મેડલ-મજેઠીયા નિરાલીને અને સીલ્વર મેડલ મજેઠીયા ધૈયાને તથા ધો.૧૨ કોમર્સ ગોલ્ડ મેડલ દતાણી સચીને અને સીલ્વર મેડલ અઢીયા ખુશાલીને તેમજ ધો.૧૦ સીલ્વર મેડલ કોટક માધવને અને ગોલ્ડ મેડલ-મંડળના કાર્યાલય મંત્રી કેતનભાઈ કોટકની પુત્રી શિવાની કોટકને એનાયત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.