બેંગલોર ખાતે બીજી વાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

સરકાર ‘મેક ઈન્ડીયા’ મિશનને પ્રોત્સાહન આપી રહી છે. તેના પગલે ‘સારસ’ પ્રથમ એવું માલવાહક એરક્રાફટ છે જે ‘મેક ઈન ઈન્ડીયા’ની દેન છે. તાજેતરમાં સારસનું બીજીવાર પરીક્ષણ પણ કરાયું હતુ જે સફળ રહ્યું હતુ.

ટૂંકમાં ‘મેક ઈન ઈન્ડિયા’ મિશન હવે ઉડ્યું છે! સારસ એક એલટીએ વિમાન એટલે કે લાઈટ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. જે મૂળ ભારતીય બનાવટનું છે. તેની ૨૦ ટેસ્ટ ફલાઈટ થવાની છે. જે પૈકી બીજી ટેસ્ટ ગઈકાલે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

બેંગ્લોર ખાતે વિંગ કમાંડર યુ.પી.સિંઘ, ગ્રુપ કેપ્ટન આર.વી. પાનીકર, ગ્રુપ કેપ્ટન કે.પી. ભાટ વિગેરેની નીગરાનીમાં સારસને ઉડાન ભરાવવામાં આવી હતી. જાણકારોના જણાવ્યા મુજબ વિદેશી માલવાહક એરક્રાફટની સરખામણીમાં દેશી એરક્રાફટની કિંમતમાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે. ઘર આંગણે ઉડાન સ્ક્રીમ હેઠળ બને છે. એટલે રોજગારીની તકો પણ ઉભી કરી શકાય છે.

આવતા દશ વર્ષમાં આવા ૧૨૦થી ૧૬૦ એરક્રાફટ બનાવવામાં આવશે કેમકે બંને સેકટર સીવીલ અને મિલિટરી વર્ઝનનું સ્તર અલગ અલગ છે. ટૂંકમાં સારસ ભારતીય સેનાનું અભિન્ન અંગ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.