રાજકોટમાં નિમણૂક પામેલા અને બદલી પામેલા અધિકારીઓની કામગીરીને બિરદાવાઈ: અનુપમસિંઘ ગેહલોત ઉપરાંત શહેરના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ: અધિકારીઓએ સરગમની કામગીરીને બિરદાવી
રાજકોટ શહેરમાં નિમણૂક પામતાં કે બદલી પામતાં ઉચ્ચ સરકારી અધિકારીઓની કામગીરીને બિરદાવાની પરંપરાને સરગમ ક્લબે જાળવી રાખી છે અને એક ગૌરવપૂર્ણ સમારોહમાં રાજકોટના નવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ વિદાય લેનાર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત સહિતના આઈપીએસ અધિકારીઓ અને અન્ય સરકારી અધિકારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી અધિકારીઓએ પોતાના સન્માનના પ્રતિભાવમાં સરગમ ક્લબની અને રાજકોટની પ્રજાનો આભાર પણ માન્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટમાં નિમણૂક પામેલા મનોજ અગ્રવાલ (પોલીસ કમિશનર રાજકોટ), રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત (હાલ પોલીસ કમિશનર વડોદરા), સંદીપસિંઘ (ડીઆઈજી-રાજકોટ રેન્જ), સિદ્ધાર્થ ખત્રી (જોઈન્ટ પોલીસ કમિશનર-રાજકોટ), અનિલકુમાર રાણાવસિયા (ડીડીઓ-રાજકોટ), બલરામ મીણા (જિલ્લા પોલીસવડા-રાજકોટ), મનોહરસિંહ જાડેજા (ડીસીપી ઝોન-૨), ડો.રવિમોહન સૈની (ડીસીપી ઝોન-૧), કરણરાજ વાઘેલા (જિલ્લા પોલીસવડા-મોરબી), પી.બી.પંડયા (અધિક નિવાસી કલેક્ટર-રાજકોટ), હર્ષદભાઈ વોરા (અધિક નિવાસી કલેક્ટર-મહેસાણા)નું અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા પોલીસવડા તરીકે સુંદર કામગીરી બજાવનાર અને તાજેતરમાં જ જેમની પણ બદલી થઈ છે તેવા અંતરિપ સુદનું પણ સરગમ ક્લબની ઓફિસમાં સન્માન કરવામાં આવ્યું હતું. સરગમ ક્લબ દ્વારા જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાનું સન્માન પણ કરવાનું હતું પરંતુ તેમને છેલ્લી ઘડીએ બહારગામ જવાનું થવાથી તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા.
આ પ્રસંગે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડીઆરએમ પી.બી.નીનાવે, રાજકોટની પીડીયુ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ મનિષભાઈ મહેતા ઉપરાંત ઈન્દુભાઈ વોરા, મુકેશભાઈ શેઠ, ચંદ્રકાંતભાઈ શેઠ, વેજાભાઈ રાવલિયા, અનંતભાઈ ઉનડકટ, હરિસિંહ સુચરીયા, ખોડિદાસભાઈ પટેલ, શિવલાલભાઈ રામાણી, પ્રતાપભાઈ પટેલ, નરેશભાઈ લોટીયા, જીતુભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, નિરજભાઈ આર્ય, રાકેશભાઈ પોપટ, હિતેશભાઈ દોશી, સ્મિતભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, રમેશભાઈ જીવાણી, વિનુભાઈ પારેખ, ઘનશ્યામભાઈ મારડિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઈ રાજ્યગુ, કાશ્મીરાબેન નથવાણી, રેણુકાબેન યાજ્ઞિક, આશાબેન શાહ, ચંદ્રિકાબેન ધામેલિયા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, સુધાબેન ભાયા, જશુમતિબેન વસાણી અને છાયાબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સરગમ ક્લબના ઉપપ્રમુખ અરવિંદભાઈ દોમડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌને આવકાયિ હતા. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓ રાજકોટના વિકાસ માટે સારું કાર્ય કરે તો તેમનું અભિવાદન કરવાની પરંપરા સરગમ ક્લબે વર્ષોથી જાળવી રાખી છે.
ઉદ્યોગપતિ ઈન્દુભાઈ વોરાએ પણ પોતાના ઉદ્બોધનમાં આ પ્રકારની પ્રવૃત્તિ અધિકારીઓનો ઉત્સાહ વધારનારી બની રહે છે તેમ જણાવી તમામ સરકારી અધિકારીઓને રાજકોટની પ્રજા પૂરતો સહકાર આપશે તેવી ખાતરી આપી હતી.
પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં રાજકોટના નવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે મને રાજકોટની જનતામાં એક પ્રકારની સદ્ભાવના, પ્રેમ અને લાગણી જોવા મળ્યા છે. ફ્રેન્ડશિપ-ડેના દિવસે સરગમ પરિવારે અધિકારીઓનું સન્માન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો છે.
પોલીસ કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે રાજકોટની પ્રજા એક ડગલું સહકાર આપશે તો રાજકોટનું પોલીસ તંત્ર દસ ડગલા આગળ વધીને સહકાર આપશે તેની હું ખાતરી આપું છું. અમે રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવશું અને રાજકોટને સ્માર્ટ સિટીની સાથે સાથે ઈન્ટેલીજન્ટ સિટી બનાવવાની દિશામાં કાર્ય કરશું.
આ પ્રસંગે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે સરગમ ક્લબ રાજકોટ શહેરનું નાનું નઝરાણું છે. સરગમ ક્લબ બધાને જોડવાનું કામ કરે છે જે ઘણું આવકારદાયક છે. રાજકોટની પ્રજા હંમેશા લાગણીશીલ રહી છે અને તેને કોઈ અધિકારીઓ સાથે જામી જાય તો પછી કાયમ માટે જામેલું જ રહે છે.
આ પ્રસંગે ખાસ વડોદરાથી ઉપસ્થિત રહેલા રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે રાજકોટ શહેરના પોતાના અઢી વર્ષના અનુભવ, રાજકોટના લોકોની ખાસીયત, અહીંના તહેવારોની ઉજવણી અને સરગમ ક્લબની પ્રવૃત્તિઓ વિશે મન મુકીને વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે જેમ રાજકોટ રંગીલું છે તેમ સરગમ ક્લબના પ્રમુખ પણ એક રંગીલા યુવાન છે અને કાર્યક્રમોની વણઝાર આપ્યે રાખે છે.
અનુપમસિંઘ ગેહલોતે કહ્યું હતું કે અમને રાજકોટમાં સરગમ ક્લબનો ઘણો બધો સહયોગ મળ્યો છે અને અમે પણ સુરક્ષા સેતુ અંતર્ગત જરી સહયોગ આપીને ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે.
અનુપમસિંઘ ગેહલોતે રાજકોટની પ્રજાનું અને ખાસ કરીને સરગમ લેડીઝ ક્લબનો પણ આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં શ્રીમતિ સંધ્યા ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ શિવલાલભાઈ રામાણીએ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન રાજ્યગુએ કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મનસુખભાઈ ધંધુકિયા, રમેશભાઈ અકબરી, ધીભાઈ હિરાણી, ભરતભાઈ સોલંકી, દીપકભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શેઠ, વિપુલાબેન હિરાણી, અલ્કાબેન ધામેલિયા ઉપરાંત સરગમના તમામ કમિટી મેમ્બર અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.